ડૉક્ટરોને મફતમાં મળતાં સૅમ્પલ અને બીજી ફ્રી ભેટ પર ટૅક્સ લદાશે

08 August, 2012 05:31 AM IST  | 

ડૉક્ટરોને મફતમાં મળતાં સૅમ્પલ અને બીજી ફ્રી ભેટ પર ટૅક્સ લદાશે

જે ડૉક્ટરો એને સ્વીકારશે તેમણે પણ ટૅક્સ ભરવો પડશે. હાલમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના નિયમોમાં સુધારો કરીને ડૉક્ટરો અને તેમના અસોસિએટ્સ પર ફ્રી ગિફ્ટ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ સુધારા બાદ જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવો નિયમ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. આ ફ્રી ગિફ્ટ્સમાં પૈસા, વિદેશપ્રવાસ તેમ જ ફાર્મા કંપની તથા મેડિકલ સાધનોના ઉત્પાદકો દ્વારા વૈભવી રજાઓ ગાળવાની તક જેવી વસ્તુઓનો સમાવેશ છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના નવા નિયમ પ્રમાણે જો ડૉક્ટર દ્વારા સ્વીકારવામાં આવેલી ભેટ એક હજારથી પાંચ હજાર રૂપિયાની હશે તો ઠપકાનો, પાંચ હજારથી દસ હજાર રૂપિયાની હશે તો ત્રણ મહિનાના સસ્પેન્શનનો, પચાસ હજારથી એક લાખ રૂપિયાની હશે તો છ મહિનાના સસ્પેન્શનનો તેમ જ એક લાખ કરતાં વધારે રૂપિયાની હશે તો એક વર્ષના સસ્પેન્શનનો દંડ કરવામાં આવશે.