લોકલ ટ્રેનમાં શિક્ષકોને પરવાનગી પછી ફરી એકવાર રાજ્ય સરકાર અને રેલવેમાં

13 November, 2020 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લોકલ ટ્રેનમાં શિક્ષકોને પરવાનગી પછી ફરી એકવાર રાજ્ય સરકાર અને રેલવેમાં

મુંબઇ લોકલ ટ્રેન (ફાઇલ ફોટો)

રાજ્ય સરકારે (State Government) તાજેતરમાં દિવાળી (After Diwali) પછી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેવી સ્કૂલ શરૂ થશે, શિક્ષકો (Teachers) અને નૉન-ટીચિંગ સ્ટાફ (And Non Teaching Staff) માટે પણ લોકલ ટ્રેન (Local Train)માં પ્રવાસ કરવાની જરૂર ઊભી થશે.

લોકલ ટ્રેનમાં શિક્ષકોને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપ્યા પછી રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે ખેંચ-તાણ ઊભી થઈ છે. રાજ્ય સરકારે સ્કૂલમાં 50 ટકા હાજરી સાથે 23 નવેમ્બરથી 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના પછી રાજ્ય સરકારને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પ્રશાસનને પત્ર લખીને શિક્ષકો અને નૉન ટીચિંગ સ્ટાફને પણ રેલવેમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવાની રિક્વેસ્ટ કરી છે. જો કે, રેલવે કહ્યું કે તેમને રાજ્ય સરકારની આ રિક્વેસ્ટ મોડી મળી છે.

રેલવેએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સંબંધે એક પત્ર આપ્યો છે જેને ટૂંક સમયમાં જ પરવાનગી મળી જશે.

રાજ્ય સરકારને તાજેતરમાં જ દિવાળી પછી સ્કૂલ શરૂ થાય છે, ટીચર્સ અને નૉન ટીચિંગ સ્ટાફને લોકલ ટ્રેન દ્વારા પ્રવાસ કરવાની જરૂર પડશે. માટે, રાજ્ય સરકારે તેમને પ્રવાસ કરવાની છૂટ આપતો પત્ર રેલવેને લખ્યો છે. જો કે, રેલવેએ દાવો કર્યો છે કે તેમને રાજ્ય સરકાર પાસેથી આ પત્ર મોડેથી મળ્યો છે.

આ પહેલા, રાજ્ય સરકારે નવરાત્રિના આવસરે મહિલાઓને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટને લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઈને રેલવેએ કોઇપણ રસ દર્શાવ્યો નહોતો. તે સમયે પણ રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઉભો થયો હતો.

mumbai mumbai news mumbai local train indian railways