દિશાનો મૃતદેહ પોલીસે નહીં, મિત્રોએ ઉપાડ્યો હતો :બિલ્ડિંગના સેક્રેટરી

11 August, 2020 07:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

દિશાનો મૃતદેહ પોલીસે નહીં, મિત્રોએ ઉપાડ્યો હતો :બિલ્ડિંગના સેક્રેટરી

દિશા સાલિયન

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનની આત્મહત્યાના કેસમાં રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવેલી તપાસના અહેવાલમાં ત્રણ મુખ્ય સાક્ષીઓ સિક્યૉરિટી હેડ, પાડોશીઓ અને પIર્ટીમાં હાજર રહેલા લોકોએ કેસના કવરેજનો પર્દાફાશ કર્યો છે.

તપાસની પ્રથમ કડી બિલ્ડિંગના સિક્યૉરિટીના હેડ સુપરવાઇઝરે ૮ જૂને બનેલી ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘દિશા સાલિયનના મૃતદેહને પોલીસ આવતાં પહેલાં જ તેના મિત્રો અને તેનો ફિયાન્સ રોહન રાય હૉસ્પિટલ લઈ ગયા હતા. પોલીસ આવી ત્યારે રોહન તેની કાર બહાર કાઢી રહ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે આવીને પૂછપરછ કરીને જતી રહી હતી. જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં મુંબઈ પોલીસને તેનો મૃતદેહ મળ્યો હતો અને તેઓ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા એમ જણાવાયું હતું.

દિશાના મૃતદેહને પ્રાઇવેટ કારમાં લઈ જવાયો હતો. પછીથી એ ઍમ્બ્યુલન્સમાં કઈ રીતે હૉસ્પિટલ પહોંચ્યો એ વિશે કોઈ માહિતી ન હોવાનું સિક્યૉરિટી હેડ સુપરવાઇઝરે કહ્યું હતું. હમણાં પોલીસ જેટલી છણાવટ કરી રહી છે એટલી તપાસ અગાઉ નહોતી કરી એમ પણ તેમણે જણાવ્યું હતું.

બિહાર પોલીસે જ્યારે દિશા સાલિયન વિશે પૂછપરછ કરી ત્યારે મુંબઈ પોલીસે તેની ફાઇલ સરતચૂકથી ડિલીટ થઈ હોવાનું જણાવ્યું હતું.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ત્રણ દિવસની મુદત આપી સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસનો અહેવાલ આપવા જણાવ્યું ત્યારે મુંબઈ પોલીસે દિશા સાલિયનના મૃત્યુની વિગતો મેળવવા માલવણી પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તેમ જ સોશ્યલ મીડિયા પર પણ જાણકારી પૂરી પાડવા અપીલ કરી હતી. બીજેપીના સંસદસભ્યે પણ દિશા સલિયનના મૃત્યુ પર તેણે આત્મહત્યા કરી હતી કે તેને ઉપરથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો એવો પ્રશ્ન કર્યો હતો.

સુશાંતસિંહના એક મિત્રએ કહ્યું હતું કે દિશા સાલિયનના મૃત્યુથી હું ખૂબ વ્યથિત હતો.

sushant singh rajput rhea chakraborty Crime News mumbai crime news crime branch mumbai crime branch mumbai police