અભિનેતા દિનેશ ઠાકુરનું લાંબી બીમારી બાદ અવસાન

21 September, 2012 04:58 AM IST  | 

અભિનેતા દિનેશ ઠાકુરનું લાંબી બીમારી બાદ અવસાન

હિન્દી સાહિત્યમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ કરનારા ઠાકુર ૧૯૬૪માં દિલ્હીના હિન્દુસ્તાની થિયેટરમાં જોડાયા હતા. ૧૯૭૬માં તેમણે પોતાના અંક થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી અને ૬૦થી વધુ નાટકો તૈયાર કર્યા હતાં. તેમના પરિવારમાં પત્ની પ્રીતા ઠાકુરનો સમાવેશ થાય છે.


૧૯૭૪માં રજૂ થયેલી ‘રજનીગંધા’ ફિલ્મમાં તેઓ પહેલી વાર હીરો તરીકે ફિલ્મી પરદે દેખાયા હતા. તેમની અન્ય ફિલ્મોમાં ‘મેરે અપને’ અને ‘ઘર’ વગેરેનો સમાવેશ થાય છે. ‘ઘર’ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે માટે બેસ્ટ સ્ટોરી કૅટેગરીમાં તેમને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.