મુંબઈ : પત્નીએ લફરાબાજ પતિને ફેસબુક પરથી શોધી કાઢ્યો

17 December, 2012 03:14 AM IST  | 

મુંબઈ : પત્નીએ લફરાબાજ પતિને ફેસબુક પરથી શોધી કાઢ્યો



સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પોલીસ માટે ભલે ત્રાસદાયક હોય, પણ ૨૬ વર્ષની ડિમ્પલ નામની યુવતીને તેના પતિને શોધી કાઢવા માટે એ ઘણી મદદરૂપ બની છે. ડિમ્પલનાં લગ્ન જે યુવક સાથે થયાં હતાં તે યુવક તાજેતરમાં બીજાં લગ્ન કરવા ઉત્તર પ્રદેશ નાસી ગયો હતો, પણ ફેસબુકની મદદથી તેણે પતિને શોધી કાઢ્યો હતો.

જાણીતી મોબાઇલ કંપનીમાં ટેલિસેલ્સ તરીકે કામ કરતી ડિમ્પલે સેલ્સના કામ માટે થાણેમાં રહેતા ફોટોગ્રાફર વિપિન મિશ્રાનો સંપર્ક કયોર્ હતો. તેમની વચ્ચે પ્રેમ વધતાં ૨૦૦૯માં તેમણે અંબરનાથમાં આવેલા એક મંદિરમાં લવ-મૅરેજ કયાર઼્ હતાં. ઉલ્હાસનગરમાં રહેતા વિપિનના પરિવારજનો તેનાં લગ્નનો બહિષ્કાર કરી રહ્યા હતા અને ડિમ્પલના પરિવાર પાસેથી રૂપિયાની માગણી કરતા હતા.

બીજી મેએ ડિમ્પલે એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેને નજીકના એક રહેવાસી પાસેથી જાણવા મળ્યું હતું કે તેનો પતિ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં બીજી કોઈક યુવતી સાથે લગ્ન કરવા ગયો છે. આ વાતની જાણ થતાં ડિમ્પલ સતત તેને ફોન કરતી હતી, પણ વિપિન તેનો ફોન કાપી નાખતો હતો. આખરે કંટાળીને ડિમ્પલે મહિલા તક્રાર નિવારણ કેન્દ્રમાં તેના પતિ વિશે ફરિયાદ કરીને તેનાં લગ્નના ફોટોગ્રાફ્સ આપી દીધા હતા. ડિમ્પલે કહ્યું હતું કે ‘મહિલા તક્રાર નિવારણ કેન્દ્રમાં ફરિયાદ કરતાં વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે મારા પતિ વિપિન વિરુ¢ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે મારી પાસે પુરાવા ઓછા હોવાથી ઇન્વેસ્ટિગેશનમાં ઘણો સમય વીતી ગયો હતો અને એ દરમ્યાન તેણે બીજાં લગ્ન કરી લીધાં હતાં.’

સપ્ટેમ્બરમાં ડિમ્પલને ઘણા લોકોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વિશે જાણકારી આપી હતી. ત્યાર બાદ ડિમ્પલે ફેસબુક પર તેનું અકાઉન્ટ ખોલીને તેના વૉલપેપર પર તેની આખી સ્ટોરી લખી દીધી હતી. ત્યાર બાદ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં રહેતા લોકો સાથે ડિમ્પલની ફેસબુક પર ફ્રેન્ડશિપ પણ થઈ ગઈ હતી. એ વિપિનનું ગામ હતું અને કથિત રીતે તે ત્યાં બીજી યુવતી સાથે લગ્ન કરવા ગયો હતો.

ડિમ્પલની માતા સુષમાએ કહ્યું હતું કે ‘ભદોહી જિલ્લામાં રહેતા લોકોને ફેસબુક પર વિપિન વિશે જાણકારી મળતાં ત્યાંની પંચાયતે ડિમ્પલને ત્યાં બોલાવી હતી. ડિમ્પલ ઉલ્હાસનગરમાં ઓળખીતાઓ પાસેથી રૂપિયા લઈને ત્યાં પહોંચી હતી. ત્યાર બાદ પંચાયતે વિપિનના પરિવારને પણ ઉત્તર પ્રદેશથી ત્યાં બોલાવીને ફેસબુક પર લખેલી ડિમ્પલની કમેન્ટની જાણ કરી હતી. જોકે વિપિનના પરિવારજનો ત્યાં નહોતા આવ્યા, પરંતુ તેમણે મેસેજ મોકલ્યો હતો કે ડિમ્પલના પતિએ તેને સ્વીકારી લેવી જોઈએ અને વિપિને જેની સાથે બીજાં લગ્ન કયાર઼્ છે તેને પણ સાથે જ રાખવી જોઈએ.

આ મામલાને ગંભીરતાથી લઈને ત્રણ મહિના બાદ વિઠ્ઠલવાડી પોલીસે ડિમ્પલના પતિ અને તેના ત્રણ પરિવારજનોની ધરપકડ કરી હતી. વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત દેશમુખે કહ્યું હતું કે અમે વિપિન અને તેના પરિવારજનોની ધરપકડ કરી હતી અને તેમને પછીથી જામીન પર છોડ્યા છે.

જોકે જામીન મળ્યાં બાદ ડિમ્પલનો પતિ નાસી ગયો છે અને થાણેમાં આવેલી તેની ફોટોગ્રાફીની દુકાન પણ બંધ છે. ડિમ્પલ હાલમાં તેના પતિને શોધવા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર વડા પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના લોકોની મદદ માગી રહી છે.