કોરોના વાઇરસના પ્રસાર વખતે ડૉક્ટરોની વહારે આવ્યાં ડિજિટલ સ્ટેથોસ્કોપ

04 April, 2020 10:24 AM IST  |  Mumbai Desk | pallavi smart

કોરોના વાઇરસના પ્રસાર વખતે ડૉક્ટરોની વહારે આવ્યાં ડિજિટલ સ્ટેથોસ્કોપ

ફેસમાસ્ક અને પોર્ટેબલ સૅનિટાઇઝેશન ઉપકરણ અને ક્વૉરન્ટીનના નિયમોના પાલનની ખાતરી કરવા તૈયાર કરાયેલી ઍપ વિકસાવ્યા પછી આઇઆઇટી-બૉમ્બે આયુ ઉપકરણ લાવી છે, જે સ્માર્ટ સ્ટેથોસ્કોપ સપ્લાયના સિદ્ધાંત પર કામ કરે છે. આઇઆઈઇટીના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ઉપકરણ દૂરથી જ છાતીના ધબકારા સાંભળીને એને અન્ય ડૉક્ટરો સાથે શૅર કરે છે. 

કોવિડ-19નો રોગચાળો ફેલાયો છે ત્યારથી કેઈએમ હૉસ્પિટલમાં આયુ ડિવાઇસ ટીમે ઘણાં ડિજિટલ સ્ટેથોસ્કોપ ડિલિવર કર્યાં છે. હૈદરાબાદની અપોલો હૉસ્પિટલમાંથી પણ ડિજિટલ સ્ટેથોસ્કોપની ડિમાન્ડ આવી છે.

કોરોનાના દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એવા સમયે તેમની શ્વાસોછ્વાસની ક્રિયા અને એને પગલે આરોગ્ય તપાસવા તેમ જ છાતીના ધબકારા સાંભળવા માટે ડૉક્ટરો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. જોકે એનાથી ડૉક્ટરોના જીવને જોખમ રહે છે. સ્માર્ટ સ્ટેથોસ્કોપ આયુસિન્કના ઉપયોગથી પેશન્ટની છાતીના ધબકારા એની સાથે જોડાયેલા લૅપટૉપ કે મોબાઇલ પર બ્લુટૂથની મદદથી રિપોર્ટ પહોંચી જાય છે.

આયુ ઉપકરણના સ્થાપક આદર્શ કે. અને તેમના સાથીદાર દ્વારા વિકસાવવામાં આવેલું આ ઉપકરણ રિલાયન્સ હૉસ્પિટલના ડૉ. નામ્બિરાજ કોનાર અને પી. ડી. હિન્દુજાના ડૉક્ટર લેન્સિલોટ પિન્ટોએ મળીને વિકસાવ્યું છે.

‘આયુસિન્કને કોઈ પણ પરંપરાગત સ્ટેથોસ્કોપ સાથે અટેચ કરી શકાય છે, જે છાતીના ધબકારાને વાયરલેસ પદ્ધતિથી પેશન્ટને સ્પર્શ કર્યા વિના પણ ડૉક્ટર સુધી પહોંચાડે છે.’ - આદર્શ કે. આયુ, ઉપકરણના સ્થાપક

coronavirus covid19 mumbai mumbai news pallavi smart