26 December, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) અને રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ઇલેક્શન્સ માટે યુતિની જાહેરાત કરી છે, પણ બન્ને પાર્ટી વચ્ચે સીટ-શૅરિંગને લઈને સ્પષ્ટતા કરવામાં આવી નથી. અનેક બેઠકો પર બન્ને પાર્ટીના નેતા દાવો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. MNSના એક નેતાએ જણાવ્યું હતું કે ભાંડુપના વૉર્ડ નંબર ૧૧૪માં બન્ને પાર્ટી મજબૂત છે, વિક્રોલી એરિયામાં પણ એવું જ છે.
MNSના લોકલ લીડરે વૉર્ડ-નંબર ૧૧૪માં ટિકિટ માગી છે તો શિવસેના (UBT)ના એક સિનિયર નેતાની દીકરીએ પણ અહીં ટિકિટની માગણી કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ વૉર્ડમાં મરાઠી વસ્તી વધારે છે અને એ કારણે બન્ને પાર્ટીને અહીં જીતની આશા છે. જોકે MNSના નેતાએ એવું પણ જણાવ્યું હતું કે આ વૉર્ડ વિશેની મડાગાંઠ ચર્ચા દ્વારા બે દિવસમાં ઉકેલાઈ જશે.