ખેતવાડીના ધીર આશરને કરવું છે સીએ કે બિઝનેસ મૅનેજમેન્ટ

18 June, 2022 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રમવાના સમયે રમવાનું અને ભણવાના સમયે ભણવાનું એ દૃષ્ટિ સાથે મેં દસમા ધોરણમાં મહેનત કરી છે. મારી અપેક્ષા ૯૩ ટકાથી વધુ લાવવાની હતી, પણ મારી મમ્મીએ જે રીતે મને મહેનત કરાવી હતી એ રીતે તેની અપેક્ષા ૯૮ ટકા માર્ક્સ મને મળશે એવી હતી.

ખેતવાડીના ધીર આશરને કરવું છે સીએ કે બિઝનેસ મૅનેજમેન્ટ

સાઉથ મુંબઈની દસમી ખેતવાડીમાં રહેતો અને ચર્ચગેટની એસ. ટી. બ્લૉસમ્સ ઇંગ્લિશ હાઈ સ્કૂલનો વિદ્યાર્થી ધીર પ્રીતેશ આશર દસમા ધોરણમાં ૯૬.૭૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો છે. તેને ભવિષ્યમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે બિઝનેસ મૅનેજમેન્ટ કરવું છે. તેની સ્કૂલમાં ધીર ટૉપર્સના લિસ્ટમાં છે. 
મારી સફળતામાં સૌથી વધુ મોટો હિસ્સો મારી ગોલ્ડ મેડલિસ્ટ મમ્મી મીનળનો રહ્યો છે એમ જણાવીને ધીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાનપણથી મમ્મી હું સારો અભ્યાસ કરું અને સારા માર્ક્સ મેળવું એ માટે મહેનત કરતી આવી છે. તેને કારણે જ મને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ૧૦૦ ટકા આવ્યા હતા. કોવિડના સમયમાં મારે સ્કૂલમાં જવાનું ન હોવાથી મારા સ્કૂલના ટીચરો અને ટ્યુશન ટીચરની સાથે મમ્મી મને ભણાવવા માટે ભારે જહેમત ઉઠાવતી હતી. મારી મમ્મીએ બી.એ.-બી.એડ.નો અભ્યાસ કર્યો છે. તેના સમયમાં સ્કૂલમાંથી અલગ-અલગ ક્ષેત્રમાં મમ્મી ગોલ્ડ મેડલ લાવી હતી. મારા દાદા કૉમર્સ ગ્રૅજ્યુએટ છે અને મારા પપ્પા પ્રીતેશ આશરે એમબીએ કર્યું છે. હું દિવસના આઠથી નવ કલાક ભણતો હતો. રમવાના સમયે રમવાનું અને ભણવાના સમયે ભણવાનું એ દૃષ્ટિ સાથે મેં દસમા ધોરણમાં મહેનત કરી છે. મારી અપેક્ષા ૯૩ ટકાથી વધુ લાવવાની હતી, પણ મારી મમ્મીએ જે રીતે મને મહેનત કરાવી હતી એ રીતે તેની અપેક્ષા ૯૮ ટકા માર્ક્સ મને મળશે એવી હતી. હું ૯૬.૬૦ ટકા સાથે મમ્મીની અપેક્ષાની નજીકમાં પહોંચવામાં સફળ રહ્યો છું.’

Mumbai