CM દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની સિક્યૉરિટી નહીં લે

06 November, 2014 03:41 AM IST  | 

CM દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની સિક્યૉરિટી નહીં લે



મુખ્ય પ્રધાનનાં પત્ની તરીકે તેમને સિક્યૉરિટી કવર મળે છે, પણ તેમને એક સામાન્ય મહિલા તરીકે જીવન જીવવું છે એથી તેમણે કહ્યું હતું કે ‘સિક્યૉરિટીનો આ બદલાવ તાત્પૂરતો જ હોઈ શકે. મને એક સામાન્ય જીવન જોઈએ છે. આ મૅટરને સેટલ કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. સલામતી-વ્યવસ્થા જતી કરવા હું સત્તાવાળાઓને આ બાબતે લખીશ.’

પહેલાં તેઓ નાગપુરમાં કામ કરતાં હતાં, પણ હવે મુખ્ય પ્રધાનનાં પત્ની હોવાને કારણે તેમની વર્ક-લાઇફમાં બીજો મોટો બદલાવ આવશે, કારણ કે તેઓ મુંબઈમાં શિફ્ટ થશે અને એથી તેમને મુંબઈમાં ટ્રાન્સફર જોઈએ છે. બૅન્કે મૌખિક રીતે કન્ફર્મ કર્યું હતું કે તેમને ૧૫-૨૦ દિવસમાં મુંબઈ શિફ્ટ કરી દેવામાં આવશે, પરંતુ મુંબઈની ઍક્સિસ બૅન્કમાં તેઓ કઈ બ્રાન્ચ સાથે કામ કરશે કે તેમને કૉપોર્રેટ ઑફિસમાં ટ્રાન્સફર કરવામાં આવશે એ હજી નક્કી નથી. મુંબઈમાં તેમના રોલ બાબતે વધુ કોઈ સ્પષ્ટતા નથી. અમૃતા ફડણવીસે આ વિશે કહ્યું હતું કે આ વિશેની શક્યતાઓ ચકાસવા મારે મુંબઈમાં બૅન્કના રીજનલ ડિસ્ટિÿબ્યુશન હેડ સાથે વાત કરવી પડશે.