મહારાષ્ટ્રમાં મધરાત્રે બાજી પલટી, રાજ્યમાં ભાજપ-NCP ની સરકાર બની

23 November, 2019 09:18 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં મધરાત્રે બાજી પલટી, રાજ્યમાં ભાજપ-NCP ની સરકાર બની

મહારાષ્ટ્રના રાજકારણમાં રાતોરાત મોટા ઉથલપાથલ થયા છે. ભારતીય જનતા પાર્ટી અને NCP વચ્ચે ગઠબંધનની સરકાર બનાવી લીધી છે. રાજ્યમાં વહેલી સવારે રાજ્યપાલે 5:47 વાગે રાષ્ટ્રપતિ શાસન દુર કર્યું હતું અને દેવેન્દ્ર ફડવણીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને NCP ના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


NCP ના 22 અને અપક્ષ સહીત શિવસેનાના કેટલાક ધારાસભ્યોના સમર્થનની ચર્ચા
મહારાષ્ટ્રના બંધબારણમાં રમાયેલી રાજરમતમાં શિવસેના પ્રમુખ ઉદ્ઘવ અને સાંસદ સંજય રાઉત સહિત કોંગ્રેસના દિગ્ગજો થાપ ખાઈ ગયા છે. બીજીતરફ હાલ સરકાર ગઠન થયું છે. પણ બંને પક્ષ પાસે પૂર્ણ બહુમત ન હોવાના પણ અહેવાલ છે. કારણ કે એનસીપીના 22 ધારાસભ્યો ભાજપને સમર્થન આપવના પક્ષમાં હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અનુમાનો વચ્ચે હવે સરકારની રચના થઈ છેતો બંને પક્ષ પાસે અપક્ષ અને કેટલાક શિવસેનાના ધારાસભ્યોનું સમર્થન હોવાની ચર્ચા ચાલી રહી છે.


જાણો, CM ની શપથ લીધા બાદ શું કહ્યું દેવેન્દ્ર ફડવણીસે
દેવેન્દ્ર ફડવણીસ CM પદે શપથ લીધા બાદ કહ્યું કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યુ છે. સરકાર રચવા માટે મતદારોએ શિવસેના-ભાજપ ગઠબંધનને સમર્થન કર્યુ હતુ, પરંતુ તેની બદલે શિવસેનાએ અન્ય પક્ષોનો સંપર્ક કર્યો. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વધુ સમય રાષ્ટ્રપતિ શાસન યોગ્ય નથી. જેથી અમે સ્થિર સરકાર આપવા માટે સરકાર બનાવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સરકાર ગઠન પર શુભેચ્છા પાઠવી છે.

mumbai news devendra fadnavis narendra modi