ફડણવીસ સરકાર સામેની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી

14 November, 2014 05:43 AM IST  | 

ફડણવીસ સરકાર સામેની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી




ભારિપ બહુજન મહાસંઘના સચિવ જયરામ પવારે આ અરજી કરી હતી. કેન્દ્રિય ચૂંટણી પંચે ૨૦ સપ્ટેમ્બરે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે અધિસૂચના કાઢી હતી. એ અનુસાર ૧૫ ઑક્ટોબરે ચૂંટણી અને ૧૯ ઑક્ટોબરે મતગણતરી જાહેર થઈ હતી. લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ આ અધિસૂચના મુજબ ૮ નવેમ્બર પહેલાં વિધાનસભા વિસર્જિત થવાની જરૂર હતી, પરંતુ હકીકતમાં ફડણવીસ સરકાર અને તેમના પ્રધાનમંડળની શપથવિધિ ૧૦ નવેમ્બરે થઈ હતી. રાજ્ય બંધારણના અનુચ્છેદ ૧૬૪(૨) હેઠળ આ પ્રધાનમંડળ વિધાનસભાને જવાબદેહ હોય છે. અધિસૂચના અનુસાર ૮ નવેમ્બર પૂર્વે અગાઉની વિધાનસભા વિસર્જિત થઈ નવી વિધાનસભા અસ્તિત્વમાં આવવી જરૂરી હતી. એમ ન થવાથી સરકાર ગેરકાયદેસર ઠરે છે એવી દલીલ આ અરજીમાં કરવામાં આવી હતી. તેમ જ હાઈ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રધાનમંડળને કોઈ નિર્ણય લેવા મનાઈ ફરમાવવી એવી વિનંતી પણ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ વિદ્યાસાગર કાનડે અને ન્યાયમૂર્તિ અનુજા પ્રભુદેસાઈની ખંડપીઠ સમક્ષ તાજેતરમાં આ અરજીની સુનાવણી થઈ હતી, જેમાં હાઈ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.