કપિલ શર્માના ફ્લૅટમાં પોલીસે ગેરકાયદે બાંધકામની તપાસ કરીને વિડિયો ઉતાર્યો

26 September, 2016 03:48 AM IST  | 

કપિલ શર્માના ફ્લૅટમાં પોલીસે ગેરકાયદે બાંધકામની તપાસ કરીને વિડિયો ઉતાર્યો


ઓશિવરા પોલીસે જણાવ્યા અનુસાર પોલીસના ચાર અને BMCના બે અધિકારીઓએ ગુરુવારે સવારે પંચનામાની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ એ કાર્યવાહી દરમ્યાન કપિલ શર્મા ઘરે હાજર નહોતો. તપાસ દરમ્યાન અધિકારીઓને અપાર્ટમેન્ટમાં કેટલાક ફેરફાર કર્યા હોવાનું તથા અમુક વિસ્તારને ગેરકાયદે રીતે ફ્લૅટ સાથે ભેળવી દીધો હોવાનું જોવા મળ્યું હતું.

આ અગાઉ પોલીસે MRTP ઍક્ટ હેઠળ કપિલ શર્મા અને આ કૉમ્પ્લેક્સમાં રહેતા અન્ય લોકોનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા માટે નોટિસ આપી હતી. કપિલ શર્માના સમગ્ર ફ્લૅટનું નિરીક્ષણ કર્યા બાદ પુરાવા માટે ફ્લૅટની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.

ઓશિવરાના એક સિનિયર પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે કપિલ શર્માને તેનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા માટે બોલાવ્યો છે અને તેના સ્ટેટમેન્ટ પછી સમગ્ર રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે.