ડેન્ગી ફેલાતો અટકાવવા મલાડમાં સફાઈ કૉમ્બિંગ ઑપરેશન

14 December, 2012 07:25 AM IST  | 

ડેન્ગી ફેલાતો અટકાવવા મલાડમાં સફાઈ કૉમ્બિંગ ઑપરેશન

એ સિવાય આ વિસ્તારમાં ડેન્ગીના બીજા ૧૧ જેટલા કેસ નોંધાયા હતા. એમાંના કેટલાક લોકો સારવાર હેઠળ છે તો કેટલાકને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આ વિસ્તારના વૉર્ડ-નંબર ૪૪ના નગરસેવક સિરિલ ડિસોઝાએ કહ્યું હતું કે ‘અમે ડેન્ગી ફેલાતો અટકાવવા માટે ૧૧ ડિસેમ્બરથી એક મહિના સુધી સફાઈ કૉમ્બિંગ ઑપરેશનના નામે અભિયાન શરૂ કર્યું છે જેમાં સુધરાઈના બિલ્ડિંગ, હેલ્થ, મેઇન્ટેનન્સ વગેરે ડિપાર્ટમેન્ટના સ્ટાફને સાથે લઈને કામ શરૂ કરવામાં આવ્યું છે.  સુધરાઈ દ્વારા ઘરે-ઘરે જઈને લોહીનાં સૅમ્પલ લેવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી ડેન્ગીના પેશન્ટની સમયસર સારવાર કરી શકાય.