લોકલ અને મેટ્રો શરૂ કરવાની માગ

04 September, 2020 12:04 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

લોકલ અને મેટ્રો શરૂ કરવાની માગ

ગઈ કાલે દાદર ટીટી પર બસ માટે લાઇનમાં ઊભેલા લોકો. (તસવીર : સુરેશ કરકેરા)

અનલૉક-4માં રાજ્ય સરકારે વધુ ઑફિસ ખુલ્લી રાખવાની કે ચાલુ કરવાની પરવાનગી આપતાં લોકલ અને મેટ્રો ટ્રેન શરૂ કરવાની ભારે માગ ઊઠી રહી છે.
માગણી વિશેષ કરીને પોતાની ઑફિસે સમયસર પહોંચવા માટે કરી રહ્યાં છે મુંબઈગરાઓ. આ ખાસ કરીને જાહેર પરિવહનનાં સાધનોમાં મુસાફરી કરી ભીડમાંથી રસ્તાઓ પર ઊતરેલા લોકો છે જેઓ પોતાના કાર્યસ્થળે પહોંચવા સંઘર્ષ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ વર્તમાન બેસ્ટની બસો, ટીએમટી અને એમએમએમટીની બસો ઓછી પડી રહી છે. સરકારે 50 ટકા સ્ટાફની ક્ષમતા સાથે ખાનગી ઑફિસો ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
પરંતુ ઑફિસ પહોંચવું કઈ રીતે એ જ પ્રાણપ્રશ્ન છે. બાય રોડ જનારા મુસાફરો કંટાળ્યા છે અને એમાં સમય પણ વધુ જાય છે. જો ટ્રેનો શરૂ કરવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી રહે એમ જણાવતાં નાલાસોપારામાં રહેતા અને બીકેસીમાં ઑફિસ મૅનેજરની ફરજ નિભાવતા સુદર્શન કેનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તે હાઇવેથી બસમાં બેસે છે. સામાન્ય દિવસોની તુલનાએ ચોમાસામાં મુસીબત સૌથી વધુ પડી હતી.
અમને ખાનગી બસો આપો
અન્ય એક મુસાફર મુસ્તાક અન્સારીએ કહ્યું હતું કે સરકારે ખાનગી બસો શરૂ કરવી જોઈએ અને જીવનાવશ્યક સેવા સિવાયના કામદારો કે કર્મચારીઓને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવી જોઈએ. ટૅક્સી અને રિક્ષા કરવી ખૂબ તકલીફદાયી છે તો અજાણ્યા લોકો સાથે ટૅક્સી કે રિક્ષા શૅર કરવી પણ જોખમી છે. વધુમાં બેસ્ટની બસોની કનેક્ટિવિટી પણ ઘણી ઓછી છે.

૧૦૦ જણ પકડાયા
ગઈ કાલે સવારે યોગ્ય પરવાનગી વિના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા ૧૦૦ કરતાં વધુ મુસાફરો પકડાયા હતા. વાણિજ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ સીએસએમટી પર સખત ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 104 મુસાફરોને ગેરકાયદે પ્રવાસ કરવા બદલ પકડવામાં આવ્યા હતા.

mumbai mumbai local train mumbai news mumbai metro