મુંબઈ: રેરાના આદેશના અમલમાં શિથિલતા ચિંતાનો વિષય

24 March, 2021 11:48 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

કેટલાક નિષ્ણાતોની ગફલતબાજ ડેવલપર્સ સામે કડક પગલાં લેવાની અને બીજાની થર્ડ પાર્ટી પેમેન્ટ કરવાની હોય એવા સોદાનું ફૉરેન્સિક ઑડિટ કરવાની માગણી

બિલ્ડરો સમય માગતી આ પ્રક્રિયાઓનો લાભ ભંડોળની વ્યવસ્થા કરવામાં અથવા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે લે છે.

હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિલંબ બાબતે વ્યાજની માગણીની મહારેરા સમક્ષ ફ્લ‍ૅટોના ગ્રાહકોની અરજીઓના ઢગલા અને એ અરજીઓના અનુસંધાનમાં મહારેરાના આદેશના અમલમાં શિથિલતા વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં કેટલાક નિષ્ણાતો ગફલતબાજ ડેવલપર્સ સામે કડક પગલાં લેવાની તરફેણ કરે છે અને કેટલાક નિષ્ણાતો એસ્ક્રો અકાઉન્ટ્સ (જેમાં થર્ડ પાર્ટી પેમેન્ટ કરવાની હોય એવા સોદા)નું ફૉરેન્સિક ઑડિટ કરવાની માગણી કરે છે.

રેરા પ્રૅક્ટિશનર ઍડ્વોકેટ આકાશ મેનને જણાવ્યું હતું કે ‘રેરા ઍક્ટની ૪૦મી કલમ અનુસાર જો ડેવલપર આદેશનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો તેની પાસેથી લૅન્ડ રેવન્યુ ઍરિયર્સરૂપે એ રકમ વસૂલ કરી શકાય છે. એવા કિસ્સામાં રેરા અલોટીની તરફેણમાં રિકવરી સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે અને તહસીલદારને ડેવલપર સામે રિકવરી પ્રોસિડિંગ્સ શરૂ કરવાનો નિર્દેશ આપે છે. આ ઉપરાંત ડેવલપરને રોજિંદા દરે પેનલ્ટી લાગુ પડે છે. રિકવરી સર્ટિફિકેટના અનુસંધાનમાં પેમેન્ટમાં વિલંબ કરવામાં આવે એ પ્રમાણેની પેનલ્ટીની રકમ સંબંધિત અધિકારીના નિર્ણયને આધીન રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમતના પાંચ ટકા થવાની શક્યતા છે.’

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને મહાસેવાના સ્થાપક રમેશ પ્રભુએ જણાવ્યું હતું કે ‘મહારેરાના રિકવરી પ્રોસિડિંગ્સના માંડ દસેક ટકાનો અમલ થતો હોવાથી ફ્લૅટ ખરીદનારાઓએ સહન કરવું પડે છે. રિકવરીની સત્તા કલેક્ટરની ઑફિસને સોંપાઈ હોય છે, પરંતુ રિકવરી પ્રોસેસમાં વિલંબને કારણે આજે પણ મહારેરાના હજારો આદેશો અમલ કરાયા વગરના પડી રહ્યા છે. રેરાનું તંત્ર ત્રણ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું. એ તંત્ર સમક્ષ ૧૩,૮૭૮ ફરિયાદો પહોંચી અને એમાંથી રિકવરીના ૯૧૯૪ આદેશ બહાર પાડ્યા છે. એમાંથી ૮૦ ટકા આદેશ ફ્લૅટનો કબજો મોડો આપવા બદલ વ્યાજની ચુકવણી અથવા રેરાની ૪૦મી કલમ હેઠળના રિકવરીના આદેશ હોય છે. રેરાની ૪૦મી કલમ હેઠળના રિકવરીના આદેશનો અમલ કલેક્ટરની ઑફિસે કરવાનો હોય છે.’

mumbai mumbai news vinod kumar menon