ગોંડલ સંપ્રદાયના દીર્ઘતપસ્વી રત્ન પૂ. ગજેન્દ્રમુનિ મ.સા. કાળધર્મ પામ્યા

17 September, 2020 01:06 PM IST  |  Mumbai | Mumbai correspondent

ગોંડલ સંપ્રદાયના દીર્ઘતપસ્વી રત્ન પૂ. ગજેન્દ્રમુનિ મ.સા. કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના દીર્ઘતપસ્વી રત્ન પૂ. ગજેન્દ્રમુનિ મ.સા. કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય રતિલાલજી મ.સા.ના શિષ્ય ૪૫ વર્ષ વર્ષીતપના તપસ્વી પૂજ્ય ગજેન્દ્રમુનિ મ.સા.એ ૭૫ વર્ષની વયે ગઈ કાલે બુધવારે સવારે ૯.૨૫ વાગ્યે સંથારા દ્વારા દેહત્યાગ કર્યો હતો.
૧૯૪૪ની ૨૦ ડિસેમ્બરે જૂનાગઢમાં જન્મેલા ગજેન્દ્રમુનિ ૧૯૭૫ની ૨૨ મેએ જૂનાગઢમાં પૂજ્ય રતિલાલજી મ.સા. પાસેથી દિક્ષા ગ્રહણ કરીને તેમના શિષ્ય બન્યા હતા. તેમના પિતાનું નામ ભગવાનજીભાઈ જેઠાભાઈ સંઘાણી અને માતાનું નામ લીલાવંતીબહેન હતું. ગોંડલ સંપ્રદાયના સંત બનીને તેમણે તપસમ્રાટના સાંનિધ્યે તપની આરાધના શરૂ કરીને જીવનપર્યંત ચાલુ રાખી હતી.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે રાજકોટમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય વિનોદિનીબાઈ મ.સા.ના તેઓ લઘુબંધુ હતા તથા પૂજ્ય ભાવનાજી મ.સા.ના તેઓ કાકા હતા.

mumbai mumbai news