✕

થાણેમાં ધનતેરસ-દિવાળીમાં વાહનોની ખરીદીમાં ઘટાડો

13 November, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની સરખામણીએ ૨૦ ટકાનો ઘટાડો, પણ ટૂ-વ્હીલરને બદલે કાર પસંદ કરનારાની સંખ્યા વધી

પ્રતીકાત્મક તસવીર

ધનતેરસ-દિવાળીના શુભ અવસરે લોકો વાહનો ખરીદવાનું પસંદ કરતાં હોય છે અને ધૂમ ખરીદી કરતા હોય છે. જોકે થાણેવાસીઓએ આ વર્ષે વાહનો ખરીદવાના આ ટ્રેન્ડ પર થોડી બ્રેક મૂકી છે, કારણ કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધનતેરસ અને દિવાળી દરમ્યાન વાહનોની ખરીદીમાં થાણેમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સરવાળે થયેલા ઘટાડા છતાં આંકડાઓ મુજબ ટૂ-વ્હીલર ખરીદનારાઓ કરતાં કાર ખરીદનારાની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

ગયા વર્ષે ટૂ-વ્હીલરની થયેલી ખરીદીની સરખામણીએ આ વર્ષે પંચાવન ટકા ઓછી ખરીદી થઈ હતી. આ વર્ષે એકથી ૧૦ નવેમ્બર દરમ્યાન ટૂ-વ્હીલરનાં ૧૫૬૫ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં હતાં. જોકે કારનાં રજિસ્ટ્રેશનમાં બમણા કરતાં વધુ વધારો થયો હતો. આ વર્ષે એકથી ૧૦ નવેમ્બર દરમ્યાન થાણેમાં ૧૩૪૯ કારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા બહાર પડાયેલા આંકડાઓ મુજબ આ વર્ષે થાણેમાં એકથી ૧૦ નવેમ્બર દરમ્યાન કુલ ૩૭૯૫ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું, જ્યારે ગયા વર્ષે આ દરમ્યાન કુલ ૪૭૫૯ વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એટલે કે વાહનોનાં રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૬૪ જેટલી ઘટી હતી. 

mumbai news mumbai thane diwali automobiles