પ્રાઇમરી સ્કૂલો ખોલવી કે નહીં એનો નિર્ણય આજે?

25 November, 2021 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ વાલીઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પ્રાઇમરી સ્કૂલો ઑફલાઇન શરૂ કરવા માટે એક ઑનલાઇન અરજી કરી હતી. એમાં ૨૦૦૦ જેટલા વાલીઓએ સહી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે ત્યારે પહેલાથી ચોથા ધોરણની પ્રાઇમરી સ્કૂલો શરૂ કરવી કે નહીં એ વિશેનો નિર્ણય આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં લેવાય એવી શક્યતા છે. રાજ્યના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર હવે પૂરતી કાળજી સાથે સ્કૂલો શરૂ કરવામાં વાંધો નથી. હાલમાં જ વાલીઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પ્રાઇમરી સ્કૂલો ઑફલાઇન શરૂ કરવા માટે એક ઑનલાઇન અરજી કરી હતી. એમાં ૨૦૦૦ જેટલા વાલીઓએ સહી કરી હતી. વાલીઓએ એમાં કહ્યું હતું કે તેમનાં બાળકોએ હકીકતમાં સ્કૂલ જોઈ જ નથી અને તેઓ માત્ર ઑનલાઇન જ ભણી રહ્યાં છે. એથી સ્કૂલોમાં બધા સાથે રહીને તેમને જે બૉન્ડિંગ મળે એ મળતું નથી અને તેમનો સર્વાંગી વિકાસ રૂંધાય છે એટલે વહેલી તકે સ્કૂલ ખોલવામાં આવે. 

mumbai news Mumbai