કાગડાને બચાવવા જતાં યુવાનનું મોત

27 May, 2022 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને હાલ ઍક્સિડેન્ટલ ડેથ કેસ રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

લોઅર પરેલના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા હાઈ સ્ટ્રીટ ફીનિક્સમાં આવેલા પૅલેડિયમ મૉલના પાર્કિંગ પી-૬ પર એક કાગડાને બચાવવા જતાં ૨૦ વર્ષનો સમીર વાઘરી ઉપરથી નીચે પટકાયો હતો. સમીર મૉલની હાઉસકીપિંગ સંભાળતી ફૅસિલિટી મૅનેજમેન્ટ કંપનીમાં કામ કરતો હતો. 
લોહીલુહાણ હાલતમાં સમીરને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશને હાલ ઍક્સિડેન્ટલ ડેથ કેસ રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai mumbai news