સ્પેશ્યલ બાળકો વ્હીલચૅર પર બેસીને રમ્યાં દાંડિયારાસ

26 October, 2012 05:13 AM IST  | 

સ્પેશ્યલ બાળકો વ્હીલચૅર પર બેસીને રમ્યાં દાંડિયારાસ

એમાં બાળકોના વાલીઓ બાળકોને અવનવાં રંગબેરંગી પરંપરાગત સ્ત્ર પરિધાન કરીને લાવ્યા હતા. ઘાટકોપરની કામા લેનમાં રહેતી ૧૯ વર્ષની અપેક્ષા પરમારે કહ્યું હતું કે ‘મને નવરાત્રિમાં દાંડિયારાસ રમવાનું ગમે છે. સ્કૂલે દાંડિયારાસનો કાર્યક્રમ રાખ્યો એટલે મને બહુ જ મજા આવી હતી.’

 ગઈ કાલે અપેક્ષા પરમારની જેમ વ્હીલચૅર અને ખુરશી પર બેસીને શિક્ષકો અને વાલીઓના સહારે બધાં જ બાળકો મ્યુઝિક પર હષોર્લ્લાસથી દાંડિયારાસ રમ્યાં હતાં. બાળકોના વિકાસ માટે સ્કૂલ તરફથી તહેવારોમાં અને અન્ય દિવસોમાં વિધવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ બાળકો સાથે દાંડિયારાસ રમવામાં પી. જી. ગારોડિયા સ્કૂલ અને ડી. જે. દોશી ગુરુકુળ સ્કૂલનાં બાળકો જોડાયાં હતાં. આ પ્રસંગે ઘાટકોપરના કૉન્ગ્રેસના નગરસેવક પ્રવીણ છેડાએ નજીકના ભવિષ્યમાં આ બાળકો સ્વાવલંબી બને એ માટે વર્કશૉપ શરૂ કરવાની જાહેરાત કરી હતી.