ફાઇનલ : દહીહંડીમાં ઉંમર ૧૮ કરતાં ઓછી નહીં અને ઊંચાઈ ૨૦ ફૂટથી વધુ નહીં

05 November, 2014 05:43 AM IST  | 

ફાઇનલ : દહીહંડીમાં ઉંમર ૧૮ કરતાં ઓછી નહીં અને ઊંચાઈ ૨૦ ફૂટથી વધુ નહીં




દહીહંડીમાં મુંબઈ હાઈ કોર્ટના આદેશને પડકારતી યાચિકાને નિરર્થક ઠેરવી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ આદેશને કારણે દહીહંડીની ઊંચાઈ ૨૦ ફૂટથી વધારે ન હોવી જોઈએ તેમ જ ૧૮ વર્ષથી ઓછી વયના છોકરાઓનો માનવથરમાં સમાવેશ ન કરવો એવા મુંબઈ હાઈ કોર્ટના આદેશના પાલન માટેનો માર્ગ મોકળો થયો છે. એથી જ આવતા વર્ષથી ઉત્સવ વખતે મુંબઈ હાઈ કોર્ટે આપેલા આદેશનું પાલન કરાશે અને માનવથરમાં સહભાગી થનારા ગોવિંદાઓનું નામ, ઍડ્રેસ, બર્થ-સર્ટિફિકેટ, ફોટો જેવી માહિતી ઉત્સવના ૧૫ દિવસ પહેલાં જાહેર કરવી પડશે.