દહાણુના ચિંચણી બીચ પર શૉકિંગ હાલતમાં મહિલાની ડેડ-બૉડી મળી

09 November, 2014 06:00 AM IST  | 

દહાણુના ચિંચણી બીચ પર શૉકિંગ હાલતમાં મહિલાની ડેડ-બૉડી મળી




બીચ પર ગઈ કાલે એક કૂતરો ડેડ-બૉડીને ખાવા માટે શિકાર બનાવવાનો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મૉર્નિંગ વૉક કરવા આવેલા લોકોની નજર એના પર પડી હતી. આથી તેમણે તરત જ વાનગાંવ પોલીસને જાણ કરી હતી. મહિલાનું માથું અને શરીર અલગ-અલગ દૂર પડ્યાં હતાં. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન પોલીસને બૉડીથી છ ઇંચ દૂર એક છરી મળી હતી. મહિલાની આ હાલતમાં બૉડી જોઈને આસપાસમાં રહેતા લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.