નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમનું દહાણુ પોર્ટ ઍક્ટિવિસ્ટ્સે કર્યું સ્વાગત

20 June, 2021 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યાવરણ મંત્રાલયના આદેશને સ્થગિત કરતા નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમનું દહાણુ પોર્ટ ઍક્ટિવિસ્ટ્સે કર્યું સ્વાગત

મિડ-ડે લોગો

ગોદી, બંદર, જેટી અને ડ્રેજિંગ ઑપરેશન્સને બિનઔદ્યોગિક પ્રવૃત્તિ જાહેર કરતા પર્યાવરણ અને જંગલ મંત્રાલયના ઑફિસ મેમોરેન્ડમનો અમલ સ્થગિત કરતા નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમનું દહાણુમાં બંદર બાંધવા સામે વિરોધ કરતા ઍક્ટિવિસ્ટ્સે સ્વાગત કર્યું છે. ગયા વર્ષના જૂન મહિનામાં પર્યાવરણ મંત્રાલયે બહાર પાડેલા ઑફિસ મેમોરેન્ડમની ફેરતપાસણી અને દરિયાઈ પર્યાવરણ તથા જીવશાસ્ત્રના વિદ્વાનો સહિત પાંચેક નિષ્ણાતો સ્થળની ફરી મુલાકાત લઈને પરીક્ષણ કરે એ જરૂરી 
છે. વાધવાન બંદર વિરોધી સંઘર્ષ સમિતિના હોદ્દેદાર નારાયણ પાટીલે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ દહાણુમાં બંદર બાંધવા સામે લાંબા વખતથી વિરોધ કરતા માછીમારો અને સ્થાનિક રહેવાસીઓનો વિજય છે.

mumbai news Mumbai