નિસર્ગ ઇફ્કેટ:શિફ્ટ કરેલા લોકોનું કોરોના-સ્ક્રીનિંગ કરવાની નવી ચૅલેન્જ

04 June, 2020 08:35 AM IST  |  Mumbai | Prajakta Kasale

નિસર્ગ ઇફ્કેટ:શિફ્ટ કરેલા લોકોનું કોરોના-સ્ક્રીનિંગ કરવાની નવી ચૅલેન્જ

વરલીના મરિયમ નગર ઝુપટપટ્ટીના રહેવાસીઓને ગઈ કાલે સલામત સ્થળે ખસેડાયા હતા. તસવીર : બિપિન કોકાટે.

નિસર્ગ વાવાઝોડા વિશેની અનિશ્ચિતતાઓનો અંત આવતાં દરિયાકિનારાના તથા અન્ય જોખમી વિસ્તારોમાંથી શિફ્ટ કરવામાં આવેલા હજારો લોકોનું કોરોના-સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડું આવવાની આગાહીને કારણે લગભગ ૪૮,૮૮૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એમાંથી પચાસ ટકા લોકો તેમનાં સગાંના ઘરે ગયા હતા. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગનું પ્રમાણ અને વેગ વધારવાની જરૂર છે.

મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે સવાર સુધીમાં ૧૮,૮૮૭ લોકોને તેમનાં રહેઠાણોમાંથી સલામત સ્થળે શિફ્ટ કર્યા હતા. એ સાથે મહાનગરપાલિકાએ શિફ્ટ કરેલા લોકોની સંખ્યા ૨૫,૦૦૦ વધારે થઈ છે. ૩૦,૦૦૦ લોકોએ પાલિકાના અધિકારીઓના અનુરોધને માન આપીને આપમેળે તેમના ઘરમાંથી નીકળીને સલામત સ્થળે શિફ્ટ‌િંગ કર્યું હતું. પરંતુ કોવિડ-૧૯ના દરદીઓ વધતા જતા હોવાથી શિફ્ટ કરનારા કુલ લોકોને ઘર તરફ રવાના કરતાં પહેલાં તેમનું સ્ક્રીનિંગ ચાલે છે.

કોવિડ-૧૯ના અઢી હજાર જેટલા પૉઝિટિવ કેસિસ ધરાવતા મહાનગરપાલિકાના કે-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું કે ‘અમે જુહુ અને વર્સોવાના દેવાચી વાડી, સાગર કુટિર અને મોરા ગાંવના ૪૫૦ જણને ઋતંભરા કૉલેજમાં શિફ્ટ કર્યા હતા. એ વિસ્તારમાં કોરોના-ઇન્ફેક્શનના છૂટાછવાયા કેસ હોવાથી કન્ટેનમેન્ટ ઝોન્સ નાના છે. એ લોકોને પાછા ઘરે જવા રવાના કરતાં પહેલાં ટેમ્પરેચર, ઑક્સિજન લેવલ અને સિમ્પ્ટમ્સ ચેક કરીએ છીએ.’

એવી જ રીતે દહ‌િસરના પાટીલવાડી વિસ્તારમાંથી ૨૨૫ અને ગણપત પાટીલનગરમાંથી ૨૩૦ જણને શિફ્ટ કરવામાં આવ્યા છે. એમાંથી પાટીલવાડીના ૩૨ અને ગણપત પાટીલનગરના ૭૦ જણને મ્યુનિસિપલ સ્કૂલમાં રાખવામાં આવ્યા પછી સ્ક્રીનિંગ અને ડૉક્ટરો દ્વારા સ્વૉબ ટેસ્ટ કરવામાં આવ્યાં હોવાનું પાલિકાના આર-નૉર્થ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે જણાવ્યું હતું. નાંદેડકરે જણાવ્યા પ્રમાણે એ બે વિસ્તારોના ૧૦૨ જણ સિવાયના લોકો તેમનાં સગાંના ઘરે ગયા હતા.

માહિમની પથ્થરવાડીના ૪૪૦ રહેવાસીઓને માહિમની મ્યુનિસિપલ સ્કૂલમાં રાખવામાં આવ્યા હતા. તેમનાં સ્ક્રીનિંગ અને ટેસ્ટ બાબતે મહાનગરપાલિકાના હેડક્વૉર્ટરના આદેશની રાહ જોવાતી હોવાનું જી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું, કારણ કે સંબંધિત વિસ્તારોમાં એક પણ કન્ટેનમેન્ટ ઝોન નથી.

આ તમામ લોકો તેમના ઘરે પાછા ફરે એ પહેલાં તેમનાંમાં રોગના લક્ષણો તપાસવામાં આવશે. આમાંના થોડા જ કન્ટેનમેન્ટ ઝોનમાંના છે

- સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale lockdown