સંજય ગાંધી નૅશનલ પાર્કમાં હવે માણો સાઇકલની સવારી

24 October, 2011 08:37 PM IST  | 

સંજય ગાંધી નૅશનલ પાર્કમાં હવે માણો સાઇકલની સવારી

 

૨૦૦ રૂપિયા ડિપોઝિટ ભરીને કોઈ પણ વ્યક્તિ કુદરતના સાંનિધ્યમાં બે કલાક સુધી સાઇકલસવારીની મજા માણી શકે છે. ફૉરેસ્ટ ગાર્ડના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પોતાનાં વાહનો બહાર ગેટ પર પાર્ક કરીને સાઇકલસવારીનો આનંદ માણી રહ્યા છે. આમ વાહનોને કારણે થતાં ધ્વનિ તથા વાયુ પ્રદૂષણ પણ ઘટશે એવું સિનિયર ફોરેસ્ટ અધિકારી માની રહ્યા છે. એસજીએનપી દ્વારા મુલાકાતીઓનાં વાહનોને  શ્નતુમની પાડા’  સુધી જ પ્રવેશ આપવાનો પ્રસ્તાવ પણ મહારાષ્ટ્ર ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને મોકલ્યો છે, કારણ કે ત્યાર બાદ જંગલ વિસ્તાર શરૂ થાય છે. વાહનોની અવરજવરને કારણે જંગલી પ્રાણીઓની પ્રવૃત્તિઓમાં ખલેલ પહોંચે છે, પણ આ વિશે હજી સુધી જંગલ વિભાગે કોઈ ફોડ પાડ્યો નથી. એસજીએનપી દ્વારા પાર્કમાં ૨૦ કિલોમીટર કરતાં વધુ ઝડપે વાહન ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.