શહેરનાં તમામ ૯૩ પોલીસ-સ્ટેશનમાં સાઇબર સેલ શરૂ થશે : રાકેશ મારિયા

23 November, 2014 05:34 AM IST  | 

શહેરનાં તમામ ૯૩ પોલીસ-સ્ટેશનમાં સાઇબર સેલ શરૂ થશે : રાકેશ મારિયા



ચાલુ વર્ષે શહેરમાં સાઇબર ક્રાઇમમાં ગયા વર્ષની સરખામણીએ ૨૦૭ ટકાનો વધારો નોંધાયો છે. આ સાઇબર પોલીસોને લૅપટૉપ, ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય ઉપકરણો આપવામાં આવશે. પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ આ વિશે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ‘શહેરના દરેક પોલીસ-સ્ટેશનમાંં જુદો સાઇબર સેલ હશે. આ ટીમમાં એક સબ-ઇન્સ્પેક્ટર હશે જેને બે કે ત્રણ કૉન્સ્ટેબલો મદદ કરશે. જોકે તપાસ-અધિકારી ઇન્સ્પેક્ટરની રૅન્કનો હશે.’

આ સાઇબર સેલ ૧૫ દિવસમાં કાર્યરત થઈ જશે. સાઇબર સેલનું સંચાલન કરવા કમ્પ્યુટર ટેક્નૉલૉજીમાં રસ ધરાવતા પોલીસોને જરૂરી પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. સાથે જ તેમને કોર્ટમાં રજૂ થઈ શકે એવા ટેક્નિકલ પુરાવાઓ ભેગા કરવાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.