CVOCA દ્વારા ‘ટ્રસ્ટ અને ટ્રસ્ટી સંબંધિત કાયદા’ વિશે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

06 July, 2022 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્યક્રમમાં ટ્રસ્ટના જાણીતા નિષ્ણાત સી.એ. અરવિંદ સિંઘે ટ્રસ્ટ વિશેના કાયદાનું અનુપાલન અને કાયદાકીય રીતે ટ્રસ્ટનું સંચાલન કેવી રીતે કરવું એની સમજણ આપી હતી.

CVOCA દ્વારા ‘ટ્રસ્ટ અને ટ્રસ્ટી સંબંધિત કાયદા’ વિશે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

સી.વી.ઓ. ચાર્ટર્ડ ઍન્ડ કૉસ્ટ અકાઉન્ટ્સ અસોસિએશન ૫૦મા વર્ષમાં પ્રવેશી રહ્યું હોવાથી અસોસિએશન તથા ક.વી.ઓ. દેરાવાસી જૈન મહાજન દ્વારા જાહેર જનતા માટે ‘ટ્રસ્ટ અને ટ્રસ્ટી સંબંધિત કાયદા’ પર તાજેતરમાં નિઃશુલ્ક કાર્યક્રમ ચિંચબંદર મહાજનવાડીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના જાણીતા નિષ્ણાત સી.એ. અરવિંદ સિંઘે ટ્રસ્ટ વિશેના કાયદાનું અનુપાલન અને કાયદાકીય રીતે ટ્રસ્ટનું સંચાલન કેવી રીતે કરવું એની સમજણ આપી હતી. જ્યારે અન્ય વક્તા કરનિષ્ણાત સી.એ. નીતિન મારુએ ટ્રસ્ટ માટે આયકર કાયદાની જોગવાઈઓની સમજણ આપી હતી. કાર્યક્રમમાં મુંબઈના ચૅરિટી કમિશનર મહેન્દ્ર મહાજન અને તાત્કાલિક ભૂતપૂર્વ ચૅરિટી કમિશનર પ્રમોદ તરારે લોકોને સંબોધિત કર્યા હતા. દેરાવાસી મહાજન વતી પન્નાલાલ છેડા (પ્રમુખ) તથા અશોક છેડા (મા. મંત્રી) અને સી.વી.ઓ.સી.એ. અસોસિએશનના પ્રમુખ સી.એ. અમિત છેડાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. કાર્યક્રમમાં કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિનાં અનેક ટ્રસ્ટના ટ્રસ્ટી અને કારોબારીઓના ૪૦૦થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. 

mumbai news mumbai