મુંબઈ કસ્ટમ્સે કર્યું ૧૫ કિલો પાર્ટી ડ્રગ જપ્ત

27 September, 2012 05:19 AM IST  | 

મુંબઈ કસ્ટમ્સે કર્યું ૧૫ કિલો પાર્ટી ડ્રગ જપ્ત

આ ડ્રગ અલગ-અલગ કન્સાઇનમેન્ટમાં ટી-બૅગ્સ અને મીઠાના પૅકેટમાં સંતાડાયેલું હતું. ઍર ઇન્ટેલિજન્સ યુનિટ પાસેથી મળેલી ટિપને આધારે મુંબઈ કસ્ટમ્સે બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાર લંડન જતા ઍરક્રાફ્ટ કાર્ગો પર રેઇડ પાડી હતી. આ કાર્ગોએ સ્ક્રીનિંગની તમામ પ્રક્રિયા પાર કરી લીધી હતી અને એ લોડ થવાની તૈયારીમાં જ હતો. આ કન્સાઇન્મેન્ટ કતાર ઍરવેઝ અને ઍર ઇન્ડિયાની લંડન જતી બે અલગ-અલગ ફ્લાઇટ દ્વારા લંડન સુધી પહોંચાડવાનું આયોજન હતું.

આ ડ્રગનું કન્સાઇનમેન્ટ ઝડપવા માટે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે પાંચ ટન કાર્ગોની તપાસ કરવી પડી હતી અને પછી ટી-બૅગ્સ અને મીઠાના પૅકેટમાં સીલ કરાયેલા ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મળી આવ્યું હતું. પોલીસ હવે આ કન્સાઇનમેન્ટ બુક કરાવનાર વ્યક્તિની શોધ ચલાવી રહી છે અને આશા છે કે તેને ઝડપવાથી ડ્રગ્સની હેરફેર કરવાની આંતરરાષ્ટ્રીય સાઠગાંઠની માહિતી મળી શકશે.