Cruise Ship Drug Case: NCBનો મુખ્ય સાક્ષી પ્રભાકર સેલ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચ્યો

25 October, 2021 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBના અન્ય સાક્ષી કિરણ ગોસાવીના બોડીગાર્ડ સેલે આરોપ લગાવ્યો છે કે ગોસાવીએ ક્રૂઝ શિપ પર દરોડા પછી એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા.

પ્રભાકર સેલ

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલ સોમવારે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચ્યો હતો.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCBના અન્ય સાક્ષી કિરણ ગોસાવીના બોડીગાર્ડ સેલે આરોપ લગાવ્યો છે કે ગોસાવીએ ક્રૂઝ શિપ પર દરોડા પછી એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા.

૧૮ ઑક્ટોબરના રોજ, ગોસાવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જે વ્યક્તિ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સ-ઓન-ક્રુઝ બાબતના સંબંધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઓફિસમાં લઈ જતો જોવા મળ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, સેલે પોતાની સુરક્ષા ચિંતાના સંદર્ભમાં દેખીતી રીતે પોલીસ કમિશનર ઓફિસની મુલાકાત લીધી હતી.

સેલ સવારે 11.20 વાગ્યે કમિશનર ઓફિસમાં પહોંચ્યો હતો અને સંયુક્ત પોલીસ કમિશનર (ગુના) મિલિંદ ભારંભેને મળશે. તેવી માહિતી અધિકારીએ આપી હતી.

NCBની ટીમે ૨ ઑક્ટોબરના રોજ મધ્ય સમુદ્રમાં ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર કથિત ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો.

આ કેસમાં અત્યાર સુધીમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત કુલ ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

mumbai news aryan khan Narcotics Control Bureau