Mumbai Cruise Drugs Case:આર્યન ખાન અને તેના સાથીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહીં

20 November, 2021 06:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ એવો કોઈ પુરાવો મળ્યો નથી જે સાબિત કરી શકે કે તેઓએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનાનું કાવતરું ઘડ્યું હતું.

આર્યન ખાન

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drugs case)માં આર્યન ખાન (Aryan khan) અને તેના બે સહયોગીઓને જામીન આપ્યા પછી બોમ્બે હાઈકોર્ટે શનિવારે વિગતવાર ચુકાદાની નકલ બહાર પાડી છે. 

જેમાં કોર્ટે કહ્યું હતું કે, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ એવો કોઈ પુરાવો મળ્યો નથી જે સાબિત કરી શકે કે તેઓએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનાનું કાવતરું ઘડ્યું હતું. 28 ઓક્ટોબરે જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન સ્વીકારી લીધા હતા.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આર્યનના ફોનમાંથી જે વોટ્સએપ ચેટ સામે આવી છે તેમાં એવું કંઈપણ વાંધાજનક મળ્યું નથી કે જે દર્શાવે છે કે તે ત્રણેય અને અન્ય આરોપીઓએ કોઈ ગુનો કર્યો છે અથવા કાવતરું કર્યું છે.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ એનસીબી દ્વારા નોંધાયેલ આર્યન ખાનના કબૂલાતના નિવેદનનો ઉપયોગ કેસની તપાસના હેતુ માટે જ થઈ શકે છે અને આરોપીએ એનડીપીએસનો ગુનો કર્યો હોવાનું અનુમાન કે સાબિત કરવા માટે નહીં. એક્ટ હેઠળ ગુનો કર્યો છે.

તમામ આરોપીઓના કેસને એકસાથે ધ્યાનમાં લેતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની દલીલને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, અમારી સમક્ષ ભાગ્યે જ એવો કોઈ પુરાવો છે કે તે સમજવા માટે કે ત્રણેય આરોપીઓ સામાન્ય ઈરાદાથી ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા. 

આ સાથે જ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે ત્રણેય આરોપીઓ લગભગ 25 દિવસથી જેલમાં છે. આ દરમિયાન ફરિયાદ પક્ષે તેની મેડિકલ તપાસ પણ કરાવી ન હતી જેથી જાણી શકાય કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહીં.

mumbai news mumbai aryan khan bombay high court