સુશાંત કેસમાં શૌવિક સાથે સંપર્કમાં હતા તેવા બે ડ્રગ ડિલર પકડાયા

02 September, 2020 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત કેસમાં શૌવિક સાથે સંપર્કમાં હતા તેવા બે ડ્રગ ડિલર પકડાયા

ઝૈદ વિલાત્રા

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ મંગળવારે ઝૈદ વિલાત્રા, ડ્રગ પેડલરની ધરપકડ કરી છે જેની કડીઓ ડ્રગ ટ્રાફિકિંગના કેસ સાથે જોડાયેલી છે અને તેનું  કનેક્શન સુશાંત સિંહ રાજપુતના કેસ સાથે નીકળે છે. ઝૈદની કડીઓ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક સાથે કનેક્શન હોવાના પુરાવા મળે તેમ છે. ઝૈદ પાસેથી એન્ટિ નાર્કોટિક્સ એજન્સીના અધિકારીઓએ  2081 અમેરિકી ડૉલર્સ, 180 બ્રિટીશ પાઉન્ડ અને 15 દિરહામ્સ મળ્યા છે જે ડ્રગ પેડલિંગની કમાણી હોવાની પુરી શક્યતા છે. તેની પાસેથી આ ઉપરાંત ભારતીય કરન્સીમાં 9,55,750 લાખ રૂપિયા જપ્ત કરાયા છે.

એનડીટીવી પર આવેલા એક રિપોર્ટ અનુસાર  એનસીબીએ પીટીઆઇને જણાવ્યું હતું કે, “વિલાત્રાએ જણાવ્યું કે તેનું એક રેસ્ટોરન્ટ બાન્દ્રામાં ચાલતું હતું જેના થકી તે કમાતો હતો પણ લૉકડાઉનમાં તેનો ધંધો ઠપ થઇ ગયો અને તેણે પછી કબુલ્યું કે તે ડ્રગ્ઝ પેડલ કરે છે ખાસ કરીને બડ, એટલે કે ક્યુરેટેડ મારિઆના (ગાંજો) જેનાથી તે પુરતું કમાઇ લેતો.”

એજન્સીઝનાં સોર્સિઝને મતે 20 વર્ષનો વિલાત્રા શૌવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાને કેનેબીઝ-ગાંજો પહોંચાડતો અને તેમની ઓળખાણ અબ્દેલ બશિત પરિહાર નામના વચેટિયાએ કરાવી હતી.  પરિહારની હાલમાં પૂછપરછ ચાલી રહી છે અને અને દિવસનાં અંતે તેની ધરપકડ થાય તેવી શક્યતા છે. પરિહાર માત્ર 23 વર્ષનો છે.

શૌવિક અને મિરાન્ડાને પણ એનબીએના સમન્સ જશે તેવી શક્યતા છે. નાર્કોટિક્સ એજન્સીને શૈવિક અને પરિહાર વચ્ચે ડ્રગ્ઝની લેવડ-દેવડને લગતી ચૅટ્સ પણ મળી છે. વિલાત્રાએ આપેલી માહિતીને આધારે પરિહારની ધરપકડ થઇ હતી. ગયા અઠવાડિયે કરણ અરોરા અને અબ્બાસ લખાણી પકડાયા અને તેમના પૂછપરછમાંથી વાત વિલાત્રા સુધી પહોંચી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોઆના કેટલાક અન્ય ડ્રગ પેડલર્સ પણ એજન્સીની ચાંપતી નજર હેઠળ છે.

નાર્કોટિક્સ બ્યુરોએ સુશાંતના કેસમાં ડ્રગના એંગલથી વિચારવાનું શરૂ કર્યું જ્યારે એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે રિયા ચક્રવર્તી અને ગોઆના હોટેલિયલ ગૌરવ આર્યા વચ્ચે પ્રતિબંધિત ડ્રગ્ઝ અંગે ચેટ્સ  થઇ હોવાનું બહાર આવ્યું.

sushant singh rajput rhea chakraborty anti-narcotics cell Crime News mumbai crime news central bureau of investigation