કર્ણાટકથી મુંબઈ ખસેડાયો ગેન્ગસ્ટર રવિ પુજારી, સેશન્સ કૉર્ટમાં પેશી

23 February, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટકથી મુંબઈ ખસેડાયો ગેન્ગસ્ટર રવિ પુજારી, સેશન્સ કૉર્ટમાં પેશી

ગેન્ગસ્ટર રવિ પુજારી

2016ના Gajali Restaurant Firing કેસમાં આરોપી ગેન્ગસ્ટર રવિ પુજારી (Gangster Ravi Pujari)ને આજે મંગળવારે મુંબઈ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રવિ પુજારીને મંગળવારે સવારે જ લગભગ 6 વાગીને 10 મિનિટ પર મુંબઈ પૉલીસ બેંગ્લોરથી લઈને આવી છે. લૉકઅપમાં લઈ જવા પહેલા તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશ બાદ મુંબઈ પોલીસને રવિ પુજારીની કસ્ટડી આપવામાં આવી છે.

ગેન્ગસ્ટર રવિ પુજારી, જેના વિરૂદ્ધ મુંબઈમાં લગભગ 80 કેસ નોંધાયા છે, તેને મંગળવાર સવારે જ મુંબઈ લાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે બેંગ્લોરની એક કોર્ટે એક વર્ષની લાંબી લડાઈ બાદ મુંબઈ પોલીસને પુજારીની કસ્ટડી આપી હતી. મહારાષ્ટ્રના જોઈન્ટ કમિશ્નર (ક્રાઈમ બ્રાન્ચ)ના મિલિન્દ ભરમ્બેએ જણાવ્યું કે અમે એક વર્ષથી પુજારીની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અંતે 2016ની ગઝાલી હોટેલ ફાયરિંગ કેસમાં સફળતા મળી.

59 વર્ષીય ગેન્ગસ્ટર રવિ પુજારી ફેબ્રુઆરી 2020માં કર્ણાટક પોલીસની કસ્ટડીમાં હતો. તેની ઉપર એક ડઝનથી વધારે હત્યાઓનો આરોપ લાગ્યો છે, તેમ જ સ્થાવર મિલકત, ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને ધમકી આપવાની અને તેમની પાસેથી પૈસા વસૂલ કરતો હતો. એકલા કર્ણાટકમાં તેના વિરૂદ્ધ લગભગ 100 જેટલા કેસ છે.

પુજારી 1994થી ફરાર હતો. પોલીસનું કહેવું છે કે તે સેનેગલ પહેલા મુંબઈથી નેપાળ, બેંગ્કોક, યુગાન્ડા અને બુર્કિના ફાસોમાં હતા. છોટા પુજારીનું નામ છોટા રાજનનાા નામ પર એન્ટોની ફર્નાન્ડિઝ રાખવામાં આવ્યું હતું અને બાદમાં તેનું નામ બદલીને ટોની ફર્નાન્ડિઝ અને પછી રૉકી ફર્નાન્ડિઝ કરી દેવામાં આવ્યું છે. તેમ જ કથિત રીતે મુંબઈ જતા પહેલા કર્ણાટકમાં અનેક ગુનાઓ સામેલ હતા.

mumbai ravi pujari karnataka mumbai news