Crime News: મુંબઈ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 27 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત

30 April, 2022 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કુરિયર દ્વારા યુએસથી મુંબઈમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: મુંબઈ કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. કુરિયર દ્વારા યુએસથી મુંબઈમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન કુલ 27 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપીની કસ્ટમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

27 કિલો ડ્રગ્સ જપ્ત

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં કસ્ટમ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈમાં કુલ 27 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓને બાતમી મળી હતી કે કુરિયર દ્વારા યુએસથી મુંબઈમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. કસ્ટમે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. દરમિયાન, મુંબઈ કસ્ટમ્સે સર્ચ ઓપરેશનમાં આરોપીના ઘરેથી 20 કિલો ગાંજો અને 7 કિલો હશિશ જપ્ત કર્યા હતા.

આ ગુનો કેવી રીતે અટકાવવો? પોલીસ માટે મોટો પડકાર

શું આ ઘટનાથી મુંબઈમાં ડ્રગ સંબંધિત ગુના વધી રહ્યા છે? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આટલી મોટી કાર્યવાહી પછી આ અપરાધને કેવી રીતે રોકવો? આ સંદર્ભે કસ્ટમ અધિકારીઓની સાથે સાથે મુંબઈ પોલીસ પણ હવે મોટા પડકારનો સામનો કરી રહી છે.

mumbai news mumbai mumbai crime news