મુંબઈ: 50 લાખ રૂપિયાની એક્ટ્સી ટૅબ્લેટ સાથે બેની ધરપકડ

02 October, 2020 09:55 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: 50 લાખ રૂપિયાની એક્ટ્સી ટૅબ્લેટ સાથે બેની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલે ડોંગરીમાં જેજે હૉસ્પિટલ પાસે વૉચ ગોઠવી બે ડ્રગ-પેડલરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૦ લાખ રૂપિયામાં વેચાતી એક્ટ્સી ટૅબ્લેટ-એમડીએમની ટૅબ્લેટનો જથ્થો જપ્ત કરાયો હતો.

પ્રૉપર્ટી સેલના અમિત ભોસલેને ૩૦ સપ્ટેમ્બર બુધવારે ખબરીએ માહિતી આપી હતી કે મુંબઈ અને ઉપનગરોમાં એક્ટ્સી ટૅબ્લેટ વેચવા બે જણ ડોંગરી જેજે હૉસ્પિટલ નજીક આવવાના છે. એથી તેમણે તેમના સિનિયર્સને આ બાબતે જાણ કરી એટલે તરત જ તેમની ટીમ સાથે પહોંચી જઈ ત્યાં વૉચ ગોઠવ્યો હતો. એ પછી બન્ને ડ્રગ-પેડલર પચીસ વર્ષના આમિર ફિરોઝ રફાઈ અને ૩૨ વર્ષનો ઇમાયત અલી ઉર્ફ મોહમ્મદને ઝડપી લીધા હતા. બન્ને પાસેથી ૧૨૫-૧૨૫ એક્ટ્સીની ટૅબ્લેટ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૫૦ લાખ રૂપિયા થાય છે. આ સંદર્ભે બન્ને આરોપી સામે જેજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તેમની સામે એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch jj hospital