પત્નીએ મોબાઈલ ફોન આપવાની ના પાડી એટલે પતિએ તેને મારી નાખી

09 March, 2020 05:19 PM IST  |  Mumbai

પત્નીએ મોબાઈલ ફોન આપવાની ના પાડી એટલે પતિએ તેને મારી નાખી

પ્રતિકાત્મક તસવીર

રવિવારે રાત્રે ચેમ્બુરની મ્હાડા કોલોનીમાં બનેલા બનાવની માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, ૫૧ વર્ષીય આરોપી જેમ્સ જોન કુરૈયા ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો હતો અને પત્ની રાબિયા જેમ્સ કુરૈયા (૪૫) પાસે તેનો મોબાઈલ ફોન માંગ્યો. પત્નીએ પોતાનો ફોન આપવાની ના પડી એટલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને પછી જેમ્સે રબિયા પર પર ચાકુના અનેકવાર ઘા કર્યા એટલે તેનું તાત્કાલિક ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ જેમ્સે ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પણ પાડોશીઓએ અને કુટુંબના સભ્યોએ મળીને તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.

પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે, રાબિયા જેમ્સની બીજી પત્ની છે. તેની પહેલી પત્ની માનખુર્દમાં રહે છે. જેમ્સ વિરુદ્ધ આઈપીસીની ધારા ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપસ ચાલુ છે.

Crime News mumbai police chembur