ચોર પાસેથી જપ્ત કરેલા ફોનમાંથી ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ થોડાક પોતાની પાસે રાખી લીધા

24 September, 2015 06:17 AM IST  | 

ચોર પાસેથી જપ્ત કરેલા ફોનમાંથી ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ થોડાક પોતાની પાસે રાખી લીધા



 ઑગસ્ટ મહિનામાં થાણે જિલ્લાના સૅમસંગના ગોડાઉનમાંથી લગભગ ૪૦૦ મોબાઇલની ચોરી થઈ હતી. આ ચોરી પકડવામાં ભિવંડીની ક્રાઇમ બ્રાન્ચે પહેલી કડી પૂરી પાડી હતી અને એક શકમંદને પકડીને તેની પાસેથી ઘણા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસ-ઑફિસરોએ ૧૨૪ ફોન ભિવંડી તાલુકા પોલીસને સોંપ્યા હતા. ત્યાર બાદ ભિવંડી તાલુકા પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

 ભિવંડી તાલુકા પોલીસે મોબાઇલ ફોનના IMEI નંબરો મેળવીને ગુમ થયેલા મોબાઇલની તપાસ શરૂ કરી હતી. તપાસ કરતી પોલીસને એ વખતે શૉક લાગ્યો હતો જ્યારે ગુમ થયેલા દસ મોબાઇલ ફોન ભિવંડીની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરો પાસેથી મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના આ ઑફિસરોએ ચોરાયેલા ફોન અંગત વપરાશ માટે રાખ્યા હતા.