છ મહિનાની બાળકીને ફેંકવા બદલ ક્રાઇમ બ્રાંચે મહિલાની ધરપકડ કરી

11 December, 2020 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છ મહિનાની બાળકીને ફેંકવા બદલ ક્રાઇમ બ્રાંચે મહિલાની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઇમ બ્રાંચે ૨૯ વર્ષની મહિલાની ધરપકડ કરી હતી જેણે તેની બહેનની લગ્ન પહેલાં આવી ગયેલી છ મહિનાની બાળકીને મારી તેને ફેંકવામાં મદદ કરી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બાળકી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં મળી આવી હતી ત્યાર બાદ સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે અમે બાળકીના પરિવાર સુધી પહોંચ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે કાંદિવલીમાં રહેતી એક મહિલા લગ્ન વગર પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી જેમાં તેણે બાળકીને જન્મ પણ આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉન દરમ્યાન બાળકીને રાખવાની મુશ્કેલી પડી રહી હતી. તેણે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પોતાની બેનની મદદથી બાળકીને સમતાનગર વિસ્તારમાં ગાર્ડન નજીક મૂકી દીધી હતી. સ્થાનિકોને બાળકીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તપાસ કરી બાળકની માસીની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાંચ યુનિટ ૧૨ના સિનિયર ઇસ્પેકટર મહેશ તાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બાળકીના પરિવારની શોધ લેવા આશરે ૫૦થી વધુ સીસીટીવી કૅમેરાના ફુટેજ તપાસ કરવા પડ્યા હતા. ત્યાર બાદ ગુનામાં સામેલ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai mumbai news Crime News mumbai crime branch