ગાયોના રક્ષણનો સંદેશ આપતી ફિલ્મનું અનેક ભાષામાં ડબિંગ થશે

30 December, 2011 08:32 AM IST  | 

ગાયોના રક્ષણનો સંદેશ આપતી ફિલ્મનું અનેક ભાષામાં ડબિંગ થશે

 

આ ફિલ્મના તાજેતરમાં બોરીવલીની જયા ટૉકીઝમાં યોજાઈ ગયેલા પ્રીમિયર શો વખતે અનેક વર્ગો તરફથી ઊભી થયેલી માગને ધ્યાનમાં રાખી ફિલ્મનું ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષામાં ડબિંગ કરવા નર્ણિય લેવામાં આવ્યો છે. મૂળ ફિલ્મ હિન્દી ભાષામાં છે.

ફિલ્મના મુખ્ય કલાકાર અને રાજસ્થાની સમાજના મંત્રી સન્ની અગ્રવાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગાયોના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર આ ફિલ્મ બનાવવામાં આવી છે.’

રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલી ગોપાલકૃષ્ણ ગોવર્ધન ગૌશાળાના સંચાલક દત્તશરણાનંદજી મહારાજની ઇચ્છાને માન આપી મુંબઈના રાજસ્થાની સમાજ દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. કતલખાને જતી ૮ ગાયોને બચાવીને દત્તશરણાનંદજી મહારાજે ૧૯૯૨માં ગૌશાળાની સ્થાપના કરી હતી. આ  ગૌશાળામાં આજે બે લાખ ગાય છે અને વિશ્વની સૌથી મોટી ગૌશાળા છે.

મુંબઈ બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના પ્રમુખ રાજ પુરોહિત, બોરીવલીના વિધાનસભ્ય ગોપાલ શેટ્ટી, ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગર સહિત મોટી સંખ્યામાં લોકો પ્રીમિયર શોમાં હાજર રહ્યા હતા.