મુંબઈઃ ઘાટકોપરમાં કોરોનાના દર્દીનો આંકડો 1000ને પાર

24 May, 2020 11:04 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈઃ ઘાટકોપરમાં કોરોનાના દર્દીનો આંકડો 1000ને પાર

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં કોરોના પોઝેટિવ કેસની કુલ સંખ્યા 1000 ને પાર થઇ ગઈ છે ત્યારે એન વોર્ડના વોર્ડ ઓફિસર અજીત કુમાર આંબીએ કહ્યું છે કે ઘાટકોપરના રહેવાસીઓએ પેનિક થવાની જરૂર નથી. આજે આંકડો છે એ જ્યારથી કોરોનાના સંસર્ગ લાગવાનું ચાલુ થયું છે ત્યારથી અત્યાર સુધીનો છે. અમે પુરતી કાળજી લઇ રહ્યા છીએ. લોકોએ ગભરાવાની જરૂર નથી. જે ગંભીર દર્દી હોય છે એમને હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ જ્યારે અન્યોને ક્કવોરન્ટીન સેંટરમાં દાખલ કરીએ છીએ. મુળમાં કુર્લા એલ વાર્ડને લાગીને આવેલા આપણા જે વિસ્તારો છે જેમ કે ચિરાગ નગર, પારસી વાડી બર્વે નગર, ભટ્ટ વાડી ત્યા વધુ કેસ જોવા મળી રહ્યા છે. એલ વોર્ડમાં વધારે કેસ છે એની અસર આપણા વોર્ડંમાં એ તરફ વધુ જવા મળે છે. અમે અવારનવાર ત્યા લોકોને જઈને સોશિયલ ડિસ્ટન્સીંગ પાળવાનો અને ઘરમાં રહેવાનો લોકોને અનુરોધ કરીએ છીએ. એમણે વધુમાં કહ્યું હતું કે અમે બને એટલી કાળજી લેવાના લેતા હોઈએ છીએ. લોકો પણ કાળજી લે અને જે સરકારી ગાઇડ લાઇન્સ છે એનું પાલન કરે. સોશિયલ ડિસેટન્સીંગ જાળવે, સેનેટાઇઝર વાપરે માસ્ક વાપરે એ જરૂરી છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown ghatkopar