મુંબઈમાં કોરોના સામે લડવા માટે કેરળથી આવશે 100થી વધુ ડૉક્ટર

02 June, 2020 07:45 AM IST  |  Mumbai | Agencies

મુંબઈમાં કોરોના સામે લડવા માટે કેરળથી આવશે 100થી વધુ ડૉક્ટર

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 રોગચાળા સામે લડતમાં મુંબઈને વધુ માનવ સંસાધનોની જરૂર હોવાથી અહીંના મેડિકલ સ્ટાફમાં જોડાવા માટે કેરળના ૧૦૦થી વધુ ડૉક્ટરો અને નર્સો આગામી થોડા દિવસમાં મુંબઈ આવી પહોંચશે. આમાંના ૧૬ ડૉક્ટર ગઈ કાલે આવી પહોંચ્યા હતા. બે સાથી ડૉક્ટરો સાથે મુંબઈ પહોંચેલા તિરુવનંતપુરમની સરકારી મેડિકલ કૉલેજના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર સંતોષ કુમારના જણાવ્યા અનુસાર કેરળના ૧૬ ડૉક્ટરોની એક ટુકડી ગઈ કાલે મુંબઈ પહોંચવાની હતી, જ્યારે લગભગ ૫૦ ડૉક્ટરો અને ૧૦૦ નર્સો આગામી થોડા દિવસમાં મુંબઈ પહોંચશે. આ ડૉક્ટરો અહીંના મેડિકલ પ્રૅક્ટિશનરો માટે સલામત મનાતી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કામ કરશે. મુંબઈના મેડિકલ સ્ટાફની મદદ માટે આવતા તમામ ડૉક્ટરો ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને અહીં તેમના વ્યાવસાયિક સાથીઓને સહાય કરવા સ્વેચ્છાએ આવ્યા છે.

કુમારે કહ્યું કે તેઓ કેરળની સરકારી હૉસ્પિટલમાં કામ કરી રહ્યા છે, પરંતુ કોવિડ-19 સામેની લડતમાં મુંબઈના ડૉક્ટરોની મદદ માટે તેઓ તેમના રાજ્યના પ્રાઇવેટ ડૉક્ટરો સાથે સ્વેચ્છાએ આવ્યા હતા.

અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલ તબીબી કર્મચારીઓ માટે સજ્જ અને સલામત છે, પરંતુ માનવ સંસાધનનો અભાવ છે એમ તેમણે જણાવ્યું હતું. કેરળ અને મુંબઈની કોવિડ-19ના પ્રસારની તુલનાને નકારતાં તેમણે કહ્યું હતું કે ‘મુંબઈ ૩૦ કરોડ લોકો અને ઝૂંપડપટ્ટી ધરાવતું એક વિશાળ શહેર છે. કેરળ અને મુંબઈમાં ચેપ લાગવાનાં કારણો અલગ છે અને એથી વાઇરસ સામે કામ કરવાની વ્યૂહરચના જુદી હોવી જોઈએ.

mumbai mumbai news coronavirus covid19 lockdown kerala