અંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...

07 March, 2021 09:27 AM IST  |  Mumbai | Prajakta Kasale

અંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...

તસવીર : સતેજ શિંદે

છેલ્લા સાત દિવસથી શહેરમાં કોવિડ-૧૯ના રોજના લગભગ ૧૦૦૦ જેટલા કેસ નોંધાઈ રહ્યાં છે. પશ્ચિમી અને પૂર્વીય પરાંના અનેક વૉર્ડમાં રોજના ૫૦ જેટલા કેસ નોંધાય છે ત્યારે જોગેશ્વરી, અંધેરી અને વિલે પાર્લે (વેસ્ટ)ને સાંકળતા કે-વેસ્ટ વૉર્ડ રોજના ૧૦૦ જેટલા
કેસ સાથે નવા હૉટસ્પૉટ તરીકે ઊભરી રહ્યું છે.

૨૬ ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમ્યાન ૬૯૯૯ કેસ નોંધાયા હતા, જેમાંથી ૨૪ વૉર્ડમાં નોંધાયેલા ૬૪૫૭ કેસનું વર્ગીકરણ ઉપલબ્ધ છે. કોવિડના કેસ સમગ્ર શહેરમાં ફેલાયેલા છે એવામાં કોઈ ચોક્કસ સ્થળે વધુ કેસ નોંધાયા હોવાનું જણાયું નથી. જોકે શહેરમાં નોંધાતા કુલ કેસના ૧૦ ટકા કેસ સાથે કે-વેસ્ટ વૉર્ડ નવા હૉટસ્પૉટ તરીકે ઊભરી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી આ વૉર્ડમાં રોજના લગભગ ૯૦ કેસ નોંધાય છે. પાંચ કે તેથી વધુ કેસ ધરાવતાં બિલ્ડિંગોની સંખ્યા ૧૪થી વધીને ૨૮ પર પહોંચી છે.

નવા હૉટસ્પૉટ તરીકે ઊભરી રહેલા કે-વેસ્ટ વૉર્ડ પછીના ક્રમે રોજના લગભગ ૬૦ કેસ સાથે ‘ટી’ (મુલુંડ) વૉર્ડ આવે છે, જ્યાં ૪૨૮ કેસ છે. કે-વેસ્ટની નજીકના જોગેશ્વરી (ઈસ્ટ)થી વિલે પાર્લે (ઈસ્ટ) દરમ્યાન ફેલાયેલા કે-ઈસ્ટ વૉર્ડમાં છેલ્લા ૭ દિવસમાં ૪૦૧ કેસ નોંધાયા છે, જ્યારે શહેરના અન્ય વૉર્ડમાં ૪૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા છે.

એચ-વેસ્ટ વૉર્ડ (બાંદરા (વેસ્ટ), ખાર (વેસ્ટ) અને સાંતાક્રુઝ (વેસ્ટ))માં કોરોનાના કેસનો વૃદ્ધિદર સૌથી વધી ૦.૪૫ ટકા રહ્યો છે. એ માટે શહેરમાં અગાઉના ઍક્ટિવ કેસનું પ્રમાણ ઓછું હોવાનું કારણ મુખ્ય મનાય છે. એચ-વેસ્ટ વૉર્ડમાં છેલ્લા ૭ દિવસમાં ૩૭૨ કેસ નોંધાયા છે. આની સામે વેસ્ટ વૉર્ડમાં ૦.૪૧ ટકાના વૃદ્ધિ દર સાથે એક અઠવાડિયામાં ૬૧૯ કેસ નોંધાયા છે.

૨૬ ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમ્યાન પરાંમાં કોરોનાનો પ્રસાર કેટલો રહ્યો?
કે-વેસ્ટ (અંધેરી-વેસ્ટ) ૬૧૯
ટી (મુલુંડ) ૪૨૮
કે-ઈસ્ટ (અંધેરી-પૂર્વ) ૪૦૧
આર. એસ. (કાંદિવલી) ૪૦૦
આર. સી. (બોરીવલી) ૩૮૩

કે-વેસ્ટ વૉર્ડમાં કોરોનાના કેસમાં નોંધાયેલી વધઘટ
ફેબ્રુઆરી ૨૬ ૧૦૦
ફેબ્રુઆરી ૨૭ ૯૩
ફેબ્રુઆરી ૨૮ ૮૭
માર્ચ ૧ ૬૪
માર્ચ ૨ ૭૨
માર્ચ ૩ ૯૩
માર્ચ ૪ ૧૦૭
કુલ ૬૧૯

prajakta kasale mumbai mumbai news coronavirus covid19