મુંબઈ: સ્કૂલ-બસના ધંધાની હાલત કફોડી

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: સ્કૂલ-બસના ધંધાની હાલત કફોડી

બાળકો હવે ઘરેથી અભ્યાસ કરે છે એટલે સ્કૂલો બસની ફી લેતી નથી

સ્કૂલો ખૂલવા વિશે કોઈ ચોક્કસતા ન હોવાથી સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનને ભય છે કે જ્યારે આવશ્યકતા હશે ત્યારે તેમની પાસે વાહનો નહીં હોય. મોટા ભાગની સ્કૂલો ડિજિટલ થઈ રહી હોવાથી બાળકો સ્કૂલ-બસનો ઉપયોગ કરવાના ન હોવાથી સૌથી પહેલી કપાત સ્કૂલ-બસની ફીમાં કરાઈ છે. અનેક સ્કૂલોએ બસ-કૉન્ટ્રૅક્ટ રદ કર્યા છે.

સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશને અગાઉ સરકારને વિશેષ ધ્યાન આપવા વિનંતી કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ ઉત્તર આવ્યો નથી તેમ જ કોઈ રાજકીય પક્ષ પણ તેમની મદદ માટે આગળ આવ્યો નહોતો.

હવે તેમને ભય છે કે લૉકડાઉન ખૂલ્યા બાદ અસોસિએશનના અનેક સભ્યો માટે સ્કૂલ-બસ ચલાવવી મુશ્કેલ થઈ રહેશે. માત્ર મુંબઈમાંથી જ લગભગ ૧૫,૦૦૦ જેટલાં વાહનો બિઝનેસમાંથી બહાર ફેંકાઈ જશે. મોટા ભાગનાં વાહનો બૅન્ક લોન પર લેવાયાં હોવાથી બૅન્કો આ વાહનો જપ્ત કરી લેશે તેમ જ સંઘઠનના સભ્યો પગાર ચૂકવી શકે એમ ન હોવાથી ડ્રાઇવર અને ક્લિનર્સ વિના બસો ચલાવવી અસંભવ બનશે.

આ વિષય પર બોલતાં સ્કૂલ-બસ ઓનર્સ અસોસિએશનના પ્રમુખ અનિલ ગર્ગે કહ્યું હતું કે ‘સ્કૂલો વાલીઓ પાસેથી સ્કૂલ-બસની ફી લઈ રહી ન હોવાથી અમારા નીકળતા પૈસા ચૂકવવા સક્ષમ નથી આથી સ્કૂલોએ અમારો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો છે.

સ્કૂલો ક્યારે ખૂલશે એ વિશે કોઈ ચોક્કસતા નથી. અમાર માટે બિઝનેસમાં ટકી રહેવું એ મુખ્ય પ્રશ્ન છે. વધુમાં જો સ્કૂલો ચાલુ થશે તો પણ અમારે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરતાં બાળકોની સંખ્યા ઓછી કરવી પડશે જેની સીધી અસર અમારી આવક પર પડશે.

coronavirus mumbai mumbai news covid19 lockdown pallavi smart