કોરોના સામેની લડાઈ પર મુંબઈના પોલીસ-કૉન્સ્ટેબલનું ગીત વાઇરલ

25 June, 2020 11:29 AM IST  |  Mumbai | Agencies

કોરોના સામેની લડાઈ પર મુંબઈના પોલીસ-કૉન્સ્ટેબલનું ગીત વાઇરલ

કૉન્સ્ટેબલ સંજીવ લાંડગે

કોરોના વાઇરસ સામે અવેરનેસ ફેલાવવા મુંબઈ પોલીસ દ્વારા ઍનિમેશનની મદદથી એક ગીત શૂટ કરવામાં આવ્યું છે. કૉન્સ્ટેબલ સંજીવ લાંડગે ખેરવાડી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા છે. તેમણે આ ગીત લખ્યું છે અને એનું પ્રોડક્શન કર્યું છે. તેઓ અને તેમના અમુક સહકર્મચારીઓ આ ગીતમાં જોડાયા છે. આ સાથે મિલિંદ ગુનાજી, વિજય પાટકર, પ્રિયા બેરડે, કિશોરી અંબિયે વગેરે કલાકારો પણ જોડાયા છે. આ ગીત કોરોનાને હરાવવા માટે બનાવવામાં આવ્યું છે.

લાંડગેએ જણાવ્યું હતું કે ‘લૉકડાઉનમાં ગીત શૂટ કરવું અમારા માટે અઘરું હતું. મારા ડ્યુટીના કલાકો બાદ મોબાઇલ ફોનમાં હું ગીત શૂટ કરતો હતો. આ વિડિયો પૂર્ણ કરવામાં અમને દસેક દિવસનો સમય લાગ્યો હતો. લોકોને આ વિડિયો ગમી રહ્યો છે.’

mumbai mumbai news mumbai police coronavirus covid19