ગુજરાતી વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ

04 August, 2020 10:28 AM IST  |  Mumbai | Prajakta Kasale

ગુજરાતી વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના અંધેરી-ઈસ્ટ, બોરીવલી, કાંદિવલી, મલાડ, દાદર-ધારાવી જેવા ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં જ કુલ કોરોના દર્દીઓના ત્રીજા ભાગના ઍક્ટિવ દર્દીઓ છે. આ તમામ વૉર્ડમાં ૧૦૦૦થી વધુ ઍક્ટિવ દર્દીઓ છે.

મુંબઈમાં અત્યારે કુલ ૧૮,૦૦૦ જેટલા કોવિડ-૧૯ના ઍક્ટિવ કેસ છે જે પૈકી ૬૦૦૦થી વધુ દર્દીઓ તો આ વૉર્ડ વિસ્તારોમાં છે. એક તરફ મુંબઈમાં કોવિડ-૧૯ના રિકવર દર્દીઓની સંખ્યા વધુ રહી છે છતાં ૨૪ વૉર્ડ પૈકી આ પાંચ વૉર્ડમાં ૧૦૦૦થી વધુ દર્દીઓ બે મહિનાથી ઍક્ટિવ બતાવી રહ્યા છે.

આ પાંચ વૉર્ડમાં મળીને અત્યારે કુલ ૬૪૫૩ ઍક્ટિવ કેસ છે, જ્યારે સમગ્ર મુંબઈમાં અત્યારે ૧૮,૫૯૫ ઍક્ટિવ કેસ છે એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે પૉઝિટિવ વાત એ છે કે એક મહિના પહેલાં જેટલા ઍક્ટિવ કેસ હતા એનાથી ઓછા કેસ આ મહિનામાં છે. શહેરના ઉત્તર ભાગમાં પણ કેસ ઘટી રહ્યા છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown malad dahisar borivali andheri prajakta kasale