કોરોના વાઈરસનો આતંક: મે મહિનામાં ધારાવીમાં મળ્યા 1400 કેસ

02 June, 2020 07:45 AM IST  |  Mumbai | Agencies

કોરોના વાઈરસનો આતંક: મે મહિનામાં ધારાવીમાં મળ્યા 1400 કેસ

પ્રતીકાત્મક તસવીર

એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર અને મુંબઈમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ધારાવીમાં કોરોનાના દરદીઓનો આંકડો નોંધપાત્ર વધી રહ્યો છે. મે મહિનામાં ધારાવીમાંથી ૧૪૦૦ કોરોના પૉઝિટિવ લોકો મળી આવ્યા હતા. આ આંકડો એપ્રિલની સરખામણીમાં ૩૮૦ ટકા વધુ હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકા દાવો કરી રહી છે કે ધારાવીમાં હવે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને કોરોનાનો ફેલાવો પણ ઓછો થઈ રહ્યો છે. ઇન્ફેક્શન અન્ડર કન્ટ્રોલ છે એમ કહેવામાં આ‍વી રહ્યું છે.

એપ્રિલ મહિનામાં ધારાવીમાં કુલ ૩૬૯ કેસ નોંધાયા હતા જે મે મહિનાના અંત સુધીમાં ૧૭૭૧ થઈ ગયા હતા અને આ આંકડો હજી વધી જ રહ્યો છે. ગણતરીના હિસાબે શહેરમાંથી ૪.૪ ટકા જેટલા કેસ નોંધાયા હતા જે સ્લમ વિસ્તારમાં ઝડપથી પ્રસરી ગયા હતા. ધારાવીમાં ૧૭૭૧ કેસ ઉપરાંત કુલ ૭૦ દરદીઓનાં અત્યાર સુધી મૃત્યુ થયાં હતાં, જ્યારે એપ્રિલ મહિલામાં ડેથ રેટ ૧૮ પર હતો. શરૂઆતમાં જ્યારે આ રોગ પ્રસર્યો ત્યારે સરખામણીમાં ઓછા લોકો પૉઝિટિવ દેખાઈ રહ્યા હતા, પરંતુ ૩ મે સુધીમાં ૫૦૦થી વધુ દરદીઓને કોરોના થઈ ચૂક્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્લમ વિસ્તારોમાં સેંકડો લોકો કૉમન ટૉઇલેટનો ઉપયોગ કરે છે જેનl કારણે કોરોના જેવો વાઇરસ ફેલાવાની શક્યતા વધી જાય છે.

ધારાવીમાં ૯ મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ૫૦ પ્રાઇવેટ ક્લિનિક છે. અહીં ૪૭,૫૦૦ જેટલા લોકો હાઈ રિસ્ક ઝોનમાંથી છે જેમાંથી ૧.૨૫ લાખ લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહે છે.

coronavirus covid19 dharavi mumbai news