કોવિડ-19: મુંબઈની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે

27 May, 2020 10:15 AM IST  |  Mumbai | Agencies

કોવિડ-19: મુંબઈની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોવિડ-19ની સારવાર કરવામાં આવતાં તમામ હૉસ્પિટલો અને સેન્ટર્સમાં ૭૦૦૦ જેટલા બેડની સંખ્યા વધારવામાં આવશે. સોમવારે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરના કાર્યાલયમાંથી આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. 

શહેરના મહાલક્ષ્મી રેસ કોર્સ, ગોરેગામ, દહિસર અને મુલુંડ વગેરે સબર્બ્સ વિસ્તારોમાં આ ૭૦૦૦ બેડની કૅપેસિટી વધારવામાં આવશે. ૩૧ મે સુધી બેડની ફૅસિલિટી હૉસ્પિટલોને મળી જશે. બાંદરામાં પણ ૨૪૭૫ બેડની કૅપેસિટી વધારવામાં આવશે. સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા નૉન-પબ્લિક હૉસ્પિટલોમાં પણ ૧૦૦ જેટલા બેડ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ સાથે નૉન-પબ્લિક હૉસ્પિટલોને પણ કોવિડ-19ના ઇલાજ સ્થળો તરીકે કવર કરવામાં આવશે. ઍમ્બુલન્સની સંખ્યા પણ ૧૦૦થી ૪૫૦ વધારવામાં આવી છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown