માસ્ક અને સેનેટાઇઝર પછી હવે આર્સેનિક-30ના કાળાબજાર

29 May, 2020 12:46 PM IST  |  Mumbai | Faizan Khan, Samiullah Khan

માસ્ક અને સેનેટાઇઝર પછી હવે આર્સેનિક-30ના કાળાબજાર

આર્સેનિક-30 માટે ન્યુ ઇન્ડિયા હોમિયોપેથિક આગળ રાહ જોતા લોકો

કોરૈનાના કારણે દવાના દુકાનદારો પહેલા માસ્ક અને સેનેટાઇઝર અછત દર્શાવી બમણા ભાવે વેચતા હતા અમે હવે હોમિયોપેતીની દવા આર્સેનિક-30 પણ બમણા અને ઘણી જગ્આએ તો ત્રણ ગણા ભાવે વેચાઈ રહી છે.

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે જ કોરોના સામે લડવા, રોગ પ્રતિકારક શરક્તિ વધારવા હોમિયોપેથીની આર્સેનિક આલ્બમ-30 દવા લેવાનું સુચન કર્યું છે. જ્યારે દુકાનદારોને એ બમણા અમને ત્રણ ગણા ભાવે વેચવાનું કારણ પુછ્યું ત્યાર તેમણે કહ્યું હતું કે ઉપરથી (મેન્યુફેક્ચરર) તરફથી જ ભાવ વધારીને આવ્યા છે.

આ બાબતે મિડ-ડે દ્વારા જ્યારે જાત તપાસ કરાઈ ત્યારે તેમાં જણાઈ આવ્યું હતું કે હોમિયોપથીની આર્સેનિક-30ની 100 ગોળીઓ જે માત્ર 20 રૂપિયામાં પડે છે એ દુકાનદારો રૂપિયા 70 થી લઇને 150 માં વેચી રહ્યા હતા.  તળેજાના એક કેમિસ્ટે એ બોટલ 150માં વેચી હતી. તેને જ્યાર આ બાબતે પછવામાં આવ્યિં ત્યારે તેણે કહ્યું હતું કે મેન્યુફેક્ચટરરે તેને એ બોટલ 120-130 રૂપિયામાં આપી હતી. અને એનાં પર એ 20 રૂપિયાનો નફો ચડ઼ાવીને વેચી રહ્યા હતા. તેનું કહેવું હતું કે અન્ય દુકાનદારો તો આજ દવા 250 થી 500 રૂપિયામાં વેચે છે.

coronavirus covid19 mumbai mumbai news faizan khan samiullah khan