મુંબઈમાં ગયા અઠવાડિયે કોરોનાનો ડબલિંગ રેટ ઊંચો રહેલો ​: BMC

18 August, 2020 12:10 PM IST  |  Mumbai | Agencies

મુંબઈમાં ગયા અઠવાડિયે કોરોનાનો ડબલિંગ રેટ ઊંચો રહેલો ​: BMC

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંની તુલનાએ ગયા અઠવાડિયે મુંબઈમાં કોરોના વાઇરસના કેસ ઝડપી દરે બમણા થયા હતા અને વાઇરલ ઇન્ફેક્શનનો સરેરાશ વિકાસદર પણ વધ્યો હતો, એમ પાલિકાએ કહ્યું હતું.

૮ ઑગસ્ટે મુંબઈમાં ડબલિંગ રેટ 89 દિવસનો અને રોગનો વૃદ્ધિદર સૌથી નીચો ૦.૭૯ ટકા હતો, શનિવારે ડબલિંગ રેટ ૮૩ દિવસનો અને રોગનો વૃદ્ધિદર ૦.૮૪ ટકા હતો. રવિવારે દર અનુક્રમે ૮૫ દિવસ અને ૦.૮૨ ટકાએ રહ્યો હોવાનું બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં જણાવાયું હતું.

પેડર રોડ અને મલબાર હિલ જેવા વિસ્તારોને આવરી લેતા શહેરના ‘ડી’ વૉર્ડમાં રવિવારે ડબલિંગ રેટ ૫૦ દિવસનો હતો, જ્યારે ચેમ્બુર-ઈસ્ટ વિસ્તારને સમાવતા એમ ઈસ્ટ વૉર્ડમાં ડબલિંગ રેટ ઘટીને ૧૧૯ દિવસનો હતો. ‘ડી’ વૉર્ડમાં કોવિડ-19નો વૃદ્ધદર ૧.૪૦ ટકા જ્યારે કે એમ-ઈસ્ટ વૉર્ડમાં ૦.૫૮ ટકાએ નોંધાયો હતો.

સરેરાશ ડબલિંગ રેટ તેમ જ કોવિડના વૃદ્ધિદરની ગણતરી પાછલા સાત દિવસના કેસને ગણતરીમાં લઈને જાહેર કરાય છે.

રવિવાર સુધીમાં શહેરમાં કોવિડ-19ના કેસની સંખ્યા ૧,૨૮,૭૨૬ હતી અને કુલ ૭૧૩૩ પેશન્ટ્સનું મૃત્યુ થયું હતું. ૧૫ જૂને શહેરનો સરેરાશ ડબલિંગ રેટ ૨૮ દિવસનો હતો અને સરેરાશ વૃદ્ધિદર ૨.૪૯ ટકાનો હતો. ૩૧ જુલાઈએ કોવિડ-19નો ડબલિંગ રેટ સુધરીને ૭૭ દિવસનો અને કોવિડ-19નો વૃદ્ધિદર ૦.૯ ટકા નોંધાયો હોવાનું બીએમસીના આંકડાઓમાં જણાવાયું હતું.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation