મુંબઈમાં 15 લાખથી વધુ લોકો થયા હતા હોમ-ક્વૉરન્ટીન

08 July, 2020 12:01 PM IST  |  Mumbai | Agencies

મુંબઈમાં 15 લાખથી વધુ લોકો થયા હતા હોમ-ક્વૉરન્ટીન

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રહેતા ૧૫ લાખ લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યા અનુસાર આ ૧૫ લાખમાંથી ૫.૩૪ લાખ દર્દીઓ એવા છે જેમને હાઈ રિસ્ક હેઠળ હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. ૧૩.૨૮ લાખ લોકો એવા હતા જેઓ પૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેઓને ૧૪ દિવસ માટે હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાએ એની વેબસાઇટમાં આપેલા આંકડા અનુસાર ૧૫ લાખ મુંબઈગરાઓ અત્યારે કોરોનાની ચપેટમાં હોવાથી તેમને હોમ-ક્વૉરન્ટીન કરવામાં આ‍વ્યા હતા. આ દર્દીઓમાંના ૨.૪૬ લાખ દર્દીઓને હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. ૧૪,૨૮૮ દર્દીઓ એવા છે જેમને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે, તો ૧૧,૪૦૯ દર્દીઓને કોવિડ કૅર સેન્ટર-1ની ફૅસિલિટી હેઠળ રાખવામાં આ‍વ્યા છે, જ્યારે ૨૮૭૯ દર્દીઓને કોવિડ કૅર સેન્ટર-2ની ફૅસિલિટી હેઠળ રાખવામાં આ‍વ્યા છે.

કોવિડ કૅર સેન્ટર-1ની ફૅસિલિટી મોટા ભાગે હોટેલ અને હૉલમાં બનાવવામાં આવી છે, જ્યારે કોવિડ કૅર સેન્ટર-2ની ફૅસિલિટી જિમખાના અને હૉલમાં બનાવવામાં આવી છે, જ્યારે ૨૪ કલાક ડૉક્ટરો અને નર્સ દર્દીઓની સેવામાં હોય છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation