મીરા-ભાઈંદર ડેન્જર ઝોનમાં, કોરોના-કેસની સંખ્યા 4000ને પાર

08 July, 2020 08:06 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા-ભાઈંદર ડેન્જર ઝોનમાં, કોરોના-કેસની સંખ્યા 4000ને પાર

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોના-સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪૦૦૦ કરતાં વધી ગઈ છે. આથી કોરોનાના શંકાસ્પદ લોકોની સંખ્યામાં પણ ધરખમ વધારો થવાથી અત્યાર સુધી કરાયેલી આઇસોલેશનની વ્યવસ્થા ઓછી પડી રહી છે. આ ટ્વિન નગરમાં બે જ કોવિડ કૅર સેન્ટર છે અને એ ફુલ થઈ ગયાં છે ત્યારે પાલિકાએ ૧૩ પ્રાઇવેટ હોટેલમાં શંકાસ્પદ લોકોને આઇસોલેશનમાં રાખવા માટે પેઇડ સર્વિસ ગઈ કાલે લૉન્ચ કરી હતી. બધી હોટેલો મળીને કુલ ૩૩૪ લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને માટે વ્યક્તિદીઠ ૨૫૦૦ રૂપિયા તથા જીએસટી-ચાર્જ નક્કી કરાયો છે, જે લોકોએ ચૂકવવો પડશે.

પાલિકાએ નક્કી કરેલા નિયમ મુજબ હોટેલની એક રૂમમાં એક જ વ્યક્તિ રહી શકશે. આઇસોલેટ કરાયેલી વ્યક્તિને સવારે નાસ્તો, બપોરે અને સાંજે માત્ર શાકાહારી ભોજનની સુવિધા મળશે. દર ત્રણ દિવસે રૂમમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બદલવામાં આવશે. ડૉક્ટર, આરોગ્ય કર્મચારી અને કોરોનાની શંકાસ્પદ વ્યક્તિ હોટેલની લૉબી, જિમ્નેશ્યમ, હોટેલની ઓપન જગ્યા અને સ્વિમિંગ-પૂલનો ઉપયોગ નહીં કરી શકે. હોટેલમાં આઇસોલેશનમાં રખાયેલી વ્યક્તિને કોઈ બહારની વ્યક્તિ મળવા આવી નહીં શકે.

mira road bhayander coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation